મારુતિ સુઝુકીએ એક મોટી જાહેરાત કરી છે. હવે કંપની વાહનોની સાથે હવાઈ મુસાફરીમાં પ્રવેશવા જઈ રહી છે અને કહેવાય રહ્યું છે કે ટૂંક સમયમાં ઇલેક્ટ્રિક હેલિકોપ્ટરનું નિર્માણ કરશે.
તમે સુઝુકીને તેની કાર માટે જાણતા અને ઓળખતા જ હશો. તે એક જાપાની કંપની હોવા છતાં, તેણે મારુતિની સાથે સૌથી મોટી કાર કંપની (મારુતિ સુઝુકી) તરીકે ભારતમાં પોતાનો પગ જમાવ્યો છે. પરંતુ, હવે સુઝુકીની નજર આકાશ તરફ છે. તે ઉડતા ઇલેક્ટ્રિક વાહનો તરફ આગળ વધી રહી છે.
- Advertisement -
ઓટો કંપની મારુતિ સુઝુકીએ એક મોટી જાહેરાત કરી છે. હવે કંપની વાહનોની સાથે હવાઈ મુસાફરીમાં પ્રવેશવા જઈ રહી છે. એક અહેવાલ અનુસાર, મારુતિ તેની જાપાની પેટાકંપની સુઝુકી સાથે મળીને ઇલેક્ટ્રિક હેલિકોપ્ટરનું નિર્માણ કરશે.
કહેવાય રહ્યું છે કે મારુતિ દ્વારા વિકસિત કરવામાં આવી રહેલું ઇલેક્ટ્રિક એર હેલિકોપ્ટર ડ્રોન કરતાં મોટું હશે પરંતુ પરંપરાગત હેલિકોપ્ટર કરતાં નાનું હશે, જેમાં પાઇલટ સહિત ઓછામાં ઓછા ત્રણ મુસાફરોને લઈ જવાની ક્ષમતા હશે. તેને એર કોપ્ટર પણ કહેવાય છે. રિપોર્ટ અનુસાર મારુતિ સુઝુકીના આ ઇલેક્ટ્રિક એર કોપ્ટરનું નામ સ્કાયડ્રાઈવ હશે.
રિપોર્ટ અનુસાર શરૂઆતમાં આ ઇલેક્ટ્રિક એર કોપ્ટરને જાપાન અને અમેરિકામાં લાવી શકાય છે, ત્યારબાદ ટૂંક સમયમાં તેને ભારતમાં આવી શકે છે. સાથે જ એમ પણ કહેવાય રહ્યું છે કે આ ગ્રાઉન્ડ બેઝ્ડ ઉબેર અને ઓલા કારની જેમ જ એર ટેક્સીઓ હોઈ શકે છે. જે ગ્રાઉન્ડ ટ્રાફિકને ટાળવામાં મદદ કરી શકે છે.
- Advertisement -