દોઢ લાખનો મુદ્દામાલ કબજે કરતી યુનિવર્સિટી પોલીસ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં દારૂની હેરાફેરી ઉપર ખાસ વોચ રાખવાની સૂચના અન્વયે યુનિવર્સિટી પોલીસે બાતમી આધારે કેવલમ આવાસ ક્વાટરમાં દરોડો પાડી બે શખ્સોને 252 બોટલ દારૂ સાથે ઝડપી લઈ 1,49,700નો મુદામાલ કબજે કર્યો છે પકડાયેલ બેલડી પૈકી એક શખસ 9 ગુનામાં પકડાઈ ચૂક્યો હોવાનું અને એક વખત પાસા તળે જેલયાત્રા પણ કરી ચૂક્યો છે.
રાજકોટમાં દારૂનું દૂષણ ડામવા પોલીસ કમિશનર રાજૂ ભાર્ગવની સૂચના અન્વયે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ બી પી રજયા અને ટીમે નાઈટ પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમી આધારે પુષ્કરધામ મેઇન રોડ ઉપર આવેલ કેવલમ આવાસ ક્વાટરમાં દરોડો પાડ્યો હતો.
દરોડા દરમિયાન મૂળ જસદણનો હાલ નેશલે એપાર્ટમેન્ટમાં રહેતા પ્રદીપ દીલુંભાઈ ખાચર અને આ કેવલમ ક્વાટરમાં રહેતા આશિષ ઉર્ફે પ્રિયેશ ઉર્ફે બેટરી અરવિંદભાઈ સોલંકીને જુદી જુદી બ્રાન્ડની 252 બોટલ દારૂ સાથે ઝડપી લીધા હતા પોલીસે દારૂ, મોબાઈલ અને કાર સહિત 1,49,700નો મુદામાલ કબજે કર્યો છે પકડાયેલ બેલડી પૈકી બેટરી અગાઉ દારૂના 9 ગુનામાં પકડાઈ ચૂક્યો છે અને એક વખત પાસા તળે જેલયાત્રા પણ કરી ચૂક્યો છે.