– જે અઠવાડિયે કમાય છે 120 કરોડ
ચીનની એક ઈન્ફ્લુએન્સર સોશિયલ મીડિયાથી કમાણીના તમામ રેકોર્ડ તોડી રહી છે. એક રિપોર્ટ અનુસાર તે અઠવાડિયામાં 120 કરોડ રૂપિયાની કમાણી કરી રહી છે.
- Advertisement -
આજકાલ સોશિયલ મીડીયા પર લગભગ લોકો રિલ અને વિડીયો બનાવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર લોકોમાં વ્યુઝ અને ફોલોઅર્સ વધારવાની સ્પર્ધા ચાલી રહી છે. આ સાથે જ યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પણ આવકના સ્ત્રોત બની ગયા છે.
ઈન્ફ્લુએન્સર અહીં બ્રાન્ડ્સને પ્રમોટ કરે છે અને બ્રાન્ડ્સ તેમને બદલામાં પૈસા આપે છે, અને જો કોઈ બ્રાન્ડ પૈસા ન આપતી હોય તો તેના બ્રાન્ડની પ્રોડક્ટ તેમને ફ્રીમાં આપે છે. આ રીતે ઈન્ફ્લુએન્સર લાખોની કમાણી કરી રહ્યા છે, એવામાં હાલમાં ચીનની એક ઈન્ફ્લુએન્સર સોશિયલ મીડિયાથી કમાણીના તમામ રેકોર્ડ તોડી રહી છે. એક રિપોર્ટ અનુસાર તે અઠવાડિયામાં 120 કરોડ રૂપિયાની કમાણી કરી રહી છે.
આ ચીની ઈન્ફ્લુએન્સરનું નામ ઝેંગ ઝિઆંગ શિયાંગ (Zheng Xiang Xiang) છે. TikTok પર તેના 50 લાખથી વધુ ફોલોઅર્સ છે. જેમ આપણે ત્યાં ઈન્ફ્લુએન્સર કોઈને કોઈ વસ્તુનું રિવ્યુ કરે છે એમ ઝેંગ ઝિઆંગ પણ તે જ કરે છે. માત્ર એટલો જ તફાવત છે કે તે પ્રોડક્ટ વિશેની તમામ માહિતી ખૂબ જ ટૂંકમાં જણાવે છે. ઝેંગ તેના એકાઉન્ટમાં લાઈવ સ્ટ્રીમિંગ કરે છે અને આનો એક વીડિયો પણ સામે આવ્યો છે.
- Advertisement -
View this post on Instagram
આ વિડીયોમાં ઝેંગના સાથીઓ તેને એક બોક્સ આપે છે, જેમાં કપડાં હોય છે. ઝેંગ થોડી મિલીસેકન્ડમાં પ્રોડક્ટ ઉપાડે છે, કેમેરાને બતાવે છે અને 3 સેકન્ડમાં પ્રોડક્ટની કિંમત જણાવે છે. વિડીયોમાં જ્યારે તમે એ વસ્તુ વિશે કઈં વિચારો, એટલામાં તો બીજી પ્રોડક્ટ તમારી સામે આવી જાય છે.
ઝેંગની આ રીત કે સ્ટાઈલ ઘણા લોકોને પસંદ પડી છે. ચાઈનીઝ ન્યૂઝના અહેવાલો અનુસાર ઝેંગ એક અઠવાડિયામાં 14 મિલિયન ડોલર (અંદાજે 117 કરોડ રૂપિયા) કમાય છે. હાલ તેના ઘણા વિડીયો સોશિયલ મીડિયા પર ઘણા વાયરલ થઈ રહ્યા છે.
ઈન્ફ્લુએન્સર કોને કહેવાય?
તમે દરરોજ ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ જોતા જ હશો. દરરોજ એક નવો ચહેરો જોવા મળે જેની પાસે દિવસના 10 નવા કપડાં હોય અને તે કપડાંમાં ફોટા અને રીલ્સ બનાવે જેને લાખો વ્યુઝ મળે છે. આજકાલ આવા લોકોને ઈન્ફ્લુએન્સર કહેવામાં આવે છે. સાથે જ જેમ જેમ લોકોના ફોલોઅર્સ વધે છે તેમ, બ્રાન્ડ્સ અને ટ્રાવેલ કંપનીઓ ઈન્ફ્લુએન્સર સાથે કોલાબ કરે છે અને એમની પ્રોડક્ટ મફતમાં આપે છે જેથી ઈન્ફ્લુએન્સર જોયા પછી લોકો પણ તેની વસ્તુઓ ખરીદે.