ખાસ-ખબર સંવાદદાતા
રાજુલા શહેરમાં કુંભારવાડા વિસ્તારમાંથી મુસ્લિમ સમાજનો યુવક હિન્દુ યુવતીને લલચાવી ફોસલાની યુવતીનુ અપહરણ કર્યાની જાણ યુવતીના પરિવારજનોને થતાં તેઓએ પોલીસને જાણ કરવામા આવી હતી. આ ધટના પગલે યુવતીના પરિવારજનો, સમાજના આગેવાનો તેમજ વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ ટીમ સહિત મોટી સંખ્યામા લોકો રજુઆત કરવા પોલીસ મથકે પહોંચ્યા હતાં. ત્યારબાદ રાજુલા પોલીસે અપહરણનો ગુન્હો નોધવામા આવ્યો હતો. અને ડીવાયએસપી હરેશ વોરા પણ રાજુલા પોલીસ સ્ટેશન ખાતે દોડી આવ્યાં હતાં. જીલ્લા પોલીસવડા હિમકરસિંહે અપહરણકર્તા યુવકને પકડી પાડવા માટે જુદીજુદી 6 ટીમ બનાવી હતી. જેમા એલસીબી, એસઓજી, રાજુલા પોલીસ મહિલાની ટીમો, સર્વેલન્સ ટીમ, કામે લગાડી હતી. અને 90 જેટલા સીસીટીવી ફૂટેજ ચેક કર્યા બાદ મધ્ય રાત્રીએ પોલીસે ગણતરીના કલાકોમાં જ બાબરા વિસ્તારમાંથી ઝડપી લીધો હતો. અને ભોગબનનાર યુવતીને પોલીસે તેમના પરીવારજનોને સોંપી દીધી હતી. અને મામલો શાંત પડ્યો હતો. રાજુલાના પીઆઇ આઇ.જે.ગીડાની ટીમ દ્વારા આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારબાદ સાંજે રાજુલા પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપી હરેશ વોરાના અધ્યક્ષ સ્થાને શાંતિ સિમિતીની યોજાઇ હતી.