-સુત્રોચ્ચાર, પેમ્ફલેટ વિતરણ કે કોઈપણ સ્વરૂપમાં બાળકો પાસે ચૂંટણી પ્રચાર ન કરાવવા તાકીદ
લોકસભાની ચૂંટણી અગાઉ ચૂંટણી પંચે રાજકીય પ્રચારમાં કોઈપણ સ્વરૂપમાં બાળકોનો ઉપયોગ નહિ કરવા રાજકીય પક્ષોને સુચના આપી છે. આમાં સુત્રોચ્ચાર કરવા અથવા પોસ્ટર્સ અને પેમ્ફલેટસના વિતરણ સહીતની કામગીરીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
- Advertisement -
પક્ષોને મોકલવામાં આવેલી એડવાઈઝરીમાં ચૂંટણી પંચે પક્ષો અને ઉમેદવારો દ્વારા ચૂંટણીની પ્રક્રિયા દરમ્યાન કોઈપણ સ્વરૂપમાં બાળકોનો ઉપયોગ કરવા સામે ‘ઝીરો. ટોલરન્સ’ની નીતિ અપનાવી છે. ચૂંટણી પંચે આ મામલે આકરા પગલા લેવાની પણ ચેતવણી આપી છે.
તેણે સ્પષ્ટ કર્યુ છે કે રાજકીય નેતાઓ અને ઉમેદવારોએ કોઈપણ સ્વરૂપમાં પ્રચારની પ્રવૃતિઓ માટે બાળકોનો ઉપયોગ ન કરવો જોઈએ. જેમાં બાળકોને તેડવા, રેલીઓ કે વાહનમાં બાળકને લઈ જવાનો સમાવેશ થાય છે.
ચૂંટણી પંચે નોંધ્યુ હતું કે આ પ્રતિબંધ કવિતા, ગીતો, બોલચાલના શબ્દો, રાજકીય પક્ષ અથવા ઉમેદવારનાં ચિન્હનાં પ્રદર્શન સહીત કોઈપણ રીતે રાજકીય ઝુંબેશની સમાનતા સર્જે અને તેમાં બાળકોના ઉપયોગને લાગુ પડે છે.
- Advertisement -
જોકે રાજકીય પક્ષ દ્વારા ચૂંટણી પ્રચારની પ્રવૃતિમાં સામેલ ન હોય તેવા રાજકીય નેતાની નજીક પોતાના વાલી કે માતા-પિતા સાથે બાળકની માત્ર હાજરી એ માર્ગરેખાઓનું ઉલ્લંધન નહીં ગણાય.મુખ્ય ચૂંટણી કમિશ્નર રાજીવકુમારે ઈસીનાં મુખ્ય હિતધારક તરીકે રાજકીય પક્ષોની મહત્વની ભુમિકા પર સતત ભાર મુકયો છે. ખાસ કરીને આગામી સંસદીય ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને લોકશાહી મુલ્યોને જાળવી રાખવામાં સક્રિય ભાગીદાર બનવા વિનંતી કરી છે.