-વિધાનસભામાં પ્રશ્ન-શૂન્યકાળ રદ કરી દેવાયા
સમાન નાગરિક કાયદો લાગુ કરનાર ઉતરાખંડ પ્રથમ રાજય બન્યુ છે. વિધાનસભામાં આ વિધેયક પેશ થવાનુ હોવાથી રાજયભરમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. ધારાસભામાં પ્રશ્નકાળ તથા શૂન્યકાળ પણ સ્થગીત કરીને બીલ રજુ થતાની સાથે જ ચર્ચાનો આરંભ કરી દેવામાં આવ્યો હતો.
- Advertisement -
ઉતરાખંડ વિધાનસભા સત્રનો આજે બીજો દિવસ હતો અને તેમાં સમાન નાગરિક ધારા સંબંધીત વિધેયકો પેશ કરવામાં આવ્યા હતા અને તેના પર જ ચર્ચા શરૂ કરી દેવામાં આવી હતી. આ સિવાય સરકારી નોકરીઓમાં 10 ટકા ક્ષૈતિજ અનામત આપવા સંબંધી પ્રવર સમીતીનો રિપોર્ટ પણ વિધાનસભામાં રજુ કરવામાં
આવનાર છે.
#UPDATE | The proceedings of the House have been adjourned till 2 pm today. #UttarakhandCivilCode https://t.co/oFiChBumix
— ANI (@ANI) February 6, 2024
- Advertisement -
સમાન નાગરિક ધારા બીલ પેશ થવાના સંજોગોમાં કોઈ તોફાની પ્રત્યાઘાતો ન પડે તે માટે વિધાનસભા સહિત સમગ્ર રાજયમાં સુરક્ષા વધારી દેવામાં આવી હતી. વિધેયકનો મુસદો તૈયાર કરવા માટે ખાસ સમીતીનું ગઠન કરવામાં આવ્યુ હતું.
તેના દ્વારા વિભિન્ન ધર્મો, જૂથો, સામાન્ય નાગરિકો તથા રાજકીય પક્ષો સાથે ચર્ચા બેઠકો કરીને મુસદો તૈયાર કરવામાં આવ્યો હતો. સમીતીએ ચાર ભાગમાં 740 પાનાનો મુસદો તૈયાર કરીને સરકારને સોંપ્યો હતો. ગત 4થી ફેબ્રુઆરીએ રાજય કેબીનેટ બેઠકમાં મુસદા તથા વિધેયકને મંજુરી આપવામાં આવી હતી અને વિધાનસભામાં રજુ કરવાની માંગ કરવામાં આવી હતી.
વિધાનસભામાં આજે પ્રશ્નકાળ તથા શૂન્યકાળ સ્થગીત કરાતા વિપક્ષો ભડકયા હતા. વિપક્ષી નેતા યશપાલ આર્યએ લોકશાહી પરંપરા સાથે રમત થઈ રહ્યાના આરોપ સાથે કાર્યકારી સમીતીમાંથી રાજીનામુ ફગાવ્યુ હતું.