ખાસ-ખબર સંવાદદાતા
રાજ્યના પોલીસવડા દ્વારા 232 પીઆઇ અને 551 પીએસઆઇની બદલી કરવામાં આવી છે. જેમાં જૂનાગઢ જિલ્લાના 18 પીએસઆઇ અને 5 પીઆઇની બદલીના હુકમ થયા છે. જૂનાગઢ જિલ્લામાં ફરજ બજાવતા પીએસઆઇ પી.જે.રામાણીની વડોદરા, એસ.જી.ચાવડાની સુરત, એચ.એન.ચુડાસમાની અમદાવાદ, બી.કે.રાઠોડની ગીર-સોમનાથ, એમ.ડી.વાળાની અમદાવાદ, આર.ડી.ડામોરની વડોદરા ગ્રામ્ય, કે.એમ.મોરીની અમરેલી. વી.કે.ઉંઝીયાની આણંદ, એલસીબી પીએસઆઇ જે.જે.ગઢવીની ગાંધીનગર, એન.એ.શુકલાની રાજય આઇબી, પી.જે.બોદરની પણ આઇબી, કે.જી.જલવાણીની અમદાવાદ, કે.કે.મારૂની દેવભૂમિ દ્વારકા, પીએસઆઇ ઝાલાની પોરબંદર, એસ.એમ.ક્ષત્રીય ગાંધીનગર, જયરાજસિંહ વાળાની રાજકોટ શહેર બદલી થઇ છે. જયારે તેની સામે નવા પીએસઆઇની નિમણુંક કરવામાં આવી છે. જયારે પીટીસીમાં ફરજ બજાવતા બી.જે.કુબાવતની નવાસરી, આર.એમ.વસાવાની છોટા ઉદેપુર, એમ.એમ.વાઢેરની સીઆઇડી ક્રાઇમ, એસ.એમ.ગોહિલની એસીબીમાં બદલી થઇ છે.
ગીર સોમનાથ જિલ્લામાં 8 PSI અને 4 PIની બદલી
ગીર સોમનાથ જિલ્લામાં 4 પીઆઇ અને 8 પીએસઆઇની બદલી કરવામાં આવી છે. જેમાં ગીર સોમનાથ જિલ્લામાં પીઆઇ વી.એ.ચારણ, એમ.યુ. મસી, એસ.એમ.ઇશરાણી, એ.એ.મકવાણાની બદલીઓ થઇ છે. જયારે આઠ પીએસઆઇને પણ અન્યત્ર નિમણુંક આપવામાં આવી છે.