અમદાવાદ એરપોર્ટથી સવારે 6 અને રાજકોટથી સાંજે 5 વાગ્યે બસ ઉપડશે
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટથી અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ જવા માંગતા મુસાફરો માટે હવે એસ.ટી. નિગમે સરળતા કરી છે અને રાજકોટ થી અમદાવાદ એરપોર્ટ અને ત્યાંથી રાજકોટ માટે આગામી તા.5 થી ખાસ એ.સી. વોલ્વો બસ સેવા શરુ કરી છે.
આ અંગે એસટી નિગમે જણાવ્યા મુજબ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ મુસાફરોની સવલત માટે સતત પ્રયત્નશીલ અને ચિંતિત છે. ગુજરાત સરકાર દ્વારા નિગમને મહત્તમ આર્થિક સહાય કરી સ્વનિર્ભર બનાવવા પ્રયત્નો કરેલ જેના ભાગરુપે ગિનમ દ્વારા ભારતમાં પ્રથમ વખત એરપોર્ટ જવા બસ પોર્ટ આપવામાં આવેલ છે. તથા નજીકના ભવિષ્યમાં વધુ બસ પોર્ટ મુસાફરોની સવલતમાં મુકવાની કામગીરી પ્રગતિ હેઠળ છે.
તેજ રીતે સૌરાષ્ટ્રથી આંતરરાષ્ટ્રીય તથા આંતરરાજ્ય મુસાફરી માટે અમદાવાદ એરપોર્ટ તરફ આવનાર મુસાફરોને વધુ સુવિધાસભર બસ કનેક્ટિવીટી મળી રહે તે હેતુસર તા.5ના રોજ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટથી રાજકોટ જવા-આવવા માટે વોલ્વો એસી સીટર બસનો શુભારંભ થનાર છે.
અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટથી રાજકોટ જવા સવારે 6 કલાકે અને રાજકોટ થી અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ આવવા સાંજે 5-00 કલાકે વોલ્વો મળશે, અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર ખાસ પોટા કેબીન દ્વારા બસ સ્ટેશનની વ્યવસ્થા કરવામાં આવેલ છે ત્યાંથી બસનું એરાઇવલ તથા ડિપાર્ચર થશે.
સદર બસ અમદાવાદ એરપોર્ટ થી વાયા-નરોડા, ગીતા મંદિર, નહેરુનગર, લીમડી, ચોટીલા હાઇવેથી જશે. આ રુટનું ભાડુ રૂ. 553 રહેશે.
નિગમ દ્વારા ભવિષ્યમાં પણ આ રુટ ઉપર વધુ બસ સુવિધાઓ પુરી પાડવાનું આયોજન છે. આ રુટમાં મુસાફરોને ઘરે બેઠા નિગમની વેબસાઇટ ૂૂૂ.લતિભિં.શક્ષ ઉપર તેમજ મોબાઇલ એપ ૠજ્ઞજ્ઞલહ ઙહફુ જજ્ઞિંયિ માં ૠજછઝઈ ઘરરશભય ઉજ્ઞૂક્ષહજ્ઞફમ કરી એડવાન્સ ઓનલાઇન બુકિંગનો પણ લાભ મળવા પામશે જેનો રાજ્યની મુસાફર જનતાને બહોળા પ્રમાણમાં લાભ લેવા જણાવાયું છે.
રાજકોટથી અમદાવાદ એરપોર્ટ જવા હવે સરળતા: તા.5થી ખાસ વોલ્વો સેવા શરૂ થશે
