ચુંટણી પંચે 15 રાજ્યોની 56 રાજ્યસભાની સીટ પર ચુંટણી કાર્યક્રમ જાહેર કર્યો છે. જેમાં સૌથી વધારે 10 સીટો ઉત્તર પ્રદેશની છે. આ સીટો પર 27 ફેબ્રુઆરીના મતદાન થશે, તે જ દિવસે પરિણામ જાહેર થશે. નામની નોંધણી 8 ફેબ્રુઆરીના રોજ શરૂ થશે, જેની છેલ્લી તારીખ 15 ફેબ્રુઆરી છે. નામાંકનની તપાસ 16ના થશે અને નોંધણી કરાવનાર 20 તારીખ સુધી પોતાનું નામ પરત ખેંચી શકશે.
રાજ્યસભાના 50 સભ્યોનો કાર્યકાળનો સમય 2 એપ્રિલ અને 6નો 3 એપ્રિલના પૂર્ણ થશે. જેમાં યૂપીની 10 સીટ સિવાય મહારાષ્ટ્ર-બિહારની 6-6 તેમજ મધ્ય પ્રદેશ-પશ્ચિમ બંગાળની 5-5 સીટ છે. કર્ણાટક -ગુજરાતમાં 4-4 સીટ તેમજ ઓડિશા, તેલંગાણા, આંધ્રપ્રદેશ, રાજસ્થાનમાં 3-3 સીટ પર ચુંટણી યોજાશે. ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, હરિયાણા અને છત્તીસગઢની 1-1 સીટ સામેલ છે.
- Advertisement -
યૂપીમાં ભાજપને 7, સપાને 2 સીટ મળશે
યૂપીમાં ભાજપને 7 સીટો મળશે. સપાની 2 સીટો નક્કી છે. આરએલડીની મદદથી તેઓ 3 સીટ જીતી શકે છે. હવે રાજ્યસભામાં એનડીએના 114 સભ્યો છે જેમાં 93 સભ્યો ભાજપના છે.
એનડીએને 6 સીટ વધારે મળશે
રાજ્યસભાની 56 સીટો પર ચુંટણી યોજાયા પછી ભાજપના નેતૃત્વવાળી એનડીએને 6 સીટ વધારે મળવાની આશા છે. વર્તમાનમાં રાજ્યસભામાં એનડીએના 114 સભ્યો છે જેમાં ભાજપના 93 સભ્યો સામેલ છે. કોંગ્રેસ 30 સભ્યોની સાથે રાજ્યસભામાં બીજી સૌથી મોટી પાર્ટી છે અને તેને 27 ફેબ્રુઆરીના યોજાનારી ચુંટણીમાં 2 સીટનો ફાયદો મળવાની આળા છે.