રાજકોટ પ્રિન્સીપાલ ડિસ્ટ્રીક્ટ જજ આર.ટી.વાછાણી અને ન્યાયધીશે બાળાઓને ભેટ આપીને તેમની કામગીરીને બિરદાવી
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટની નવી જિલ્લા કોર્ટ ખાતે ઉજવવામાં આવેલા 75માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી રાજકોટ જિલ્લા ન્યાયાલય તથા બાર એસોસીએશનના સહયોગથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટની એકરંગ સંસ્થાની માનસિક વિકલાંગ દિકરીઓ/ બાળાઓએ પણ દ્વજ વંદનમાં ભાગ લીધો હતો. તેમણે ખાસ હાથની હથેળી તથા અંગુઠાની છાપથી બનાવેલા ખાદીના ત્રિરંગાને નવા જિલ્લા ન્યાયલયને ભેટ આપવામાં આવ્યો હતો.
આ ત્રિરંગામાં બાળાઓએ ત્રિરંગાના ત્રણેય રંગો અને અશોકચક્ર બનાવવાના કલરમાં કુદરતી રંગો મળી એવા ઘટકો જેવા કે હળદર, કેસર અને બીટના મિશ્રણથી કેસરી રંગ તેમજ ખાવાના સફેદ ચુનાના પાવડરમાંથી સફેદ રંગ, અશોકચક્ર માટે બ્લ્યુબેરીના છોડના ફુલોમાંથી વાદળી રંગ તૈયાર કરવામાં આવ્યો જેમાં કપુર અને લવીંગના પાવડર મિશ્રિત કરવામાં આવ્યો ઉપરાંત પાલક અને તુલસીના પાંદડાનો લીલો રંગ બનાવ્યો હતો. આ ત્રિરંગાના કલરને તૈયાર કર્યા પછી ખાદીના કાપડ પર મનોદિવ્યાંગ બાળાઓએ હાથની હથેળી અને અંગુઠાની છાપથી છાપણી કરી તે કાપડ પર તૈયાર થયેલી ત્રિરંગાને ગુલાબના અર્કનું પાણીનો છંટકાવ કરી બાદ ફોટો ફ્રેમમાં મઢાવવામાં આવ્યો હતો. આ ત્રિરંગાને અકરંગ સંસ્થાની મનોદિવ્યાંગ દિકરીઓએ સંસ્થાના પ્રમુખ દિપિકાબેનના હસ્તે રાજકોટ જિલ્લાના પ્રિન્સીપાલ ડિસ્ટ્રીક્ટ જજ આર.ટી. વછાણીને ભેટ આપ્યો હતો. આ ધ્વજ તૈયાર કરવામાં મદદરૂપ બનવા નિલરાજસિંહ રાણા તેમજ મનોદિવ્યાંગ દિકરીઓ ધ્વજ વંદનમાં ભાગ લઇ શકે તે માટે જિલ્લા અદાલત સાથે સમન્વય સાધનાર રાજકોટ બાર એશોસીએશનના ઉપપ્રમુખ સુરેશભાઇ ફળદુ પણ જોડાયા હતા. તેમજ આ મનોદિવ્યાંગ બાળાઓ ધ્વજવંદનમાં ભાગ લઇ શકે તે માટે રાજકોટ બાર એશઓસીએશનના ઉપપ્રમુખ સુરેશભાઇ ફળદુ તથા તેમની ટીમે જેહમત ઉઠાવી હતી અને ત્રીરંગાની ભેટ અર્પણ કરવા માટે નિલરાજસિંહ રાણાએ સહકાર આપ્યો હતો.
આ ઉજવણીમાં રાજકોટ જિલ્લા કોર્ટ અને રાજકોટ બાર એશોસીએશનના ન્યાયધીશ તેમજ તમામ વકીલ અને તેમના પરિવારના સભ્યો મળીને 700 લોકો હાજર રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમને યાદગાર બનાવવા રાજકોટના પ્રિન્સીપાલ જજ આર.ટી. વછાણી તેમજ અન્ય ન્યાયધીશના હસ્તે મનોદિવ્યાંગ બાળાઓને શિક્ષણ ઉપયોગી વસ્તુઓ ભેટ આપતા ખુશી છવાઇ ગઇ હતી. આ કાર્યક્રમમાં એકરંગ સંસ્થાની મનોદિવ્યાંગ બાળાઓને આમંત્રીત કરવા તેમજ ભેટ આપવા બદલ એકરંગ સંસ્થા અને મનોદિવ્યાંગ બાળાઓ રાજકોટ જિલ્લાના મુખ્ય ન્યાયધીશ આર.ટી.વાછાણી સહિતના તમામ ન્યાયધીશ તેમજ બાસ એશઓસીએશનના તમામ હોદેદારોનો એકરંગ સંસ્થાએ આભાર માન્યો હતો.