– બીએસએફની ઉંટ સવાર ટુકડીમાં પણ મહિલાઓ ભાગ લેશે: ફ્રાન્સના રાષ્ટ્રપતિ મુખ્ય અતિથિ, પરેડમાં ફ્રાન્સની ટુકડી માર્ચ કરશે, આકાશમાં રાફેલ ગરજશે
પ્રજાસતાક દિન પર્વની પરેડમાં આ વર્ષે પહેલી વાર ભારતની નારી શક્તિ છવાયેલી રહેશે. પરેડમાં 80 ટકા મહિલાઓ હશે, આવું પહેલીવાર છે જયારે મોટી સંખ્યામાં ઓલ વિમેન ટુકડી માર્ચ કરશે.
- Advertisement -
ભારતીય સેનાની આર્ટિલરી મહિલા ઓફિસર પણ પહેલી વાર કર્તવ્ય પથ પર જોવા મળશે. સાથે સાથે સેનાની મીડીયમ રેન્જ સરફેસ ટુ એર મિસાઈલ પણ પહેલીવાર પ્રજાસતાક દિન પરેડમાં સામેલ થશે. ફ્રાન્સની માર્ચીંગ ટીમ પણ પરેડનો ભાગ બનશે અને ફ્રાન્સીસી ફાઈટર જેટ રાફેલ પણ ઉડાન ભરશે.
#WATCH | Delhi: Ahead of Republic Day, full-dress final rehearsals underway in Kartavya Path. pic.twitter.com/7YByT7LKaM
— ANI (@ANI) January 23, 2024
- Advertisement -
સેનાના દિલ્હી એરિયાના ચીફ ઓફ સ્ટાફ મેજર જનરલ સુમીત મહેતાએ જણાવ્યું હતું કે પરેડમાં 80 ટકા મહિલાઓ હશે. પહેલીવાર ટ્રાઈ સર્વિસ ટુકડી, મતલબ આર્મી, નેવી અને એરફોર્સની મહિલાઓની ટુકડી પણ માર્ચ કરશે. તેમાં આર્મીની સીએમસીની મહિલાઓ અને નેવી અને એરફોર્સની મહિલા અગ્નિવીર પણ હશે, જેને ઈન્ડિયન આર્મીની ઓફિસર લીડ કરશે. સીએપીએફની પણ ઓલ વીમેન ટુકડી છે અને બીએસએફની ઉંટ સવાર ટુકડીમાં પણ મહિલાઓ હશે.
સેનાના આર્ટિલરી મહિલા ઓફિસર પણ પહેલીવાર પરેડમાં ભાગ લેશે. ગત વર્ષે એપ્રિલમાં 5 મહિલા ઓફિસર આર્ટિલરીમાં સામેલ થઈ હતી અને પાંચ મહિલા ઓફિસર સપ્ટેમ્બરમાં આર્ટિલરીનો ભાગ બની હતી.
પહેલીવાર જોવા મળશે ખાસ મિસાઈલ સિસ્ટમ: પરેડમાં પહેલીવાર સેના એમઆરએસએએમ (મિડીયમ રેન્જ સરફેસ ટુ એર મિસાઈલ સિસ્ટમ) જોવા મળશે. તેને લીડ કરશે. સેનાની સુમેધા તિવારી, લેફટીનન્ટ તિવારીએ જણાવ્યું હતું કે આ મિસાઈલની ખાસિયત એ છે કે તે દુશ્મનના ડ્રોન ફાઈટર જેટ, ક્રુઝ મિસાઈલને લોંગ રેન્જમાં જ ઈંગેજ કરીને તેને નષ્ટ કરી નાખશે.
#WATCH | Equipment and weapon systems to be showcased by the Indian Army at this year’s Republic Day parade.
(Source: Indian Army) pic.twitter.com/KHDnAxtBcF
— ANI (@ANI) January 24, 2024
ફ્રાન્સની ટુકડી કરશે માર્ચ, ગરજશે રાફેલ: ફ્રાન્સની ફોરેન લીજનની માર્ચીંગ ટુકડી પણ પરેડમાં સામેલ થશે. મેજર જનરલ સુમીત મહેતાએ જણાવ્યું હતું કે પરમવીર અને અશોક ચક્ર વિજેતાઓની પાછળ ફ્રાન્સની માર્ચીંગ ટુકડી હશે, જયારે ફ્રાન્સની ટુકડી માર્ચ કરી રહી હશે ત્યારે આકાશમાં ફ્રાન્સનો બે રાફેલ ફાઈટર જેટ અને મલ્ટી રોલ ટ્રાન્સપોર્ટ ટેન્કર ઉડાન ભરશે.
ફ્રાન્સ સાથે દોસ્તી મજબૂત: ફ્રાન્સની સાથે ભારતની સામુહિક અને રાજનીતિક દોસ્તી સતત મજબૂત થઈ રહી છે અને પ્રજાસતાક દિન સમારોહ તેને સાક્ષી બનવા જઈ રહ્યું છે. નૌસેનાને ફ્રાન્સ પાસેથી જલદી રાફેલ-એમ જેટ મળનાર છે અને ત્રણ સ્કોર્પિયન સબમરીન પણ મળવાની છે. આ વખતે ફ્રાન્સના રાષ્ટ્રપતિ મુખ્ય અતિથિ છે.