ખાસ-ખબર સંવાદદાતા
ભગવાન શ્રીરામની જન્મભૂમિ પર અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનુ નિર્માણ થયું છે. આ મહોત્સવની ઉજવણી કરવા દેશવાસીઓ થનગની રહ્યા હતાં. આજે મનમુકીને દેશવાસીઓએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ લઇ ઉત્સાહભેર ઉજવણી કરી. ત્યારે રાજુલા શહેરમાં પણ અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિતે ભવ્ય શોભાયાત્રાનુ આયોજન કરવામા આવ્યું હતું. આ શોભાયાત્રા રામજી મંદિર નિકળી જલારામ બાપા મંદિર ખાતે પૂર્ણ થઇ હતી. શોભાયાત્રા દરમિયાન વેપારીઓ,રાજકીય-સામાજીક આગેવાનો, વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળના કાર્યકર્તાઓ સહીત મોટી સંખ્યામા શહેરીજનો શોભાયાત્રામા જોડાયા હતાં. ખાસ કરીને રાજુલા શહેરના વેપારીઓ દ્વારા સ્વેચ્છિક રીતે પોતાનો ધંધો રોજગાર બંધ રાખવામાં આવ્યો હતો. રાજુલામા કોમી એકતાનુ પ્રતિક જોવા મળ્યુ હતું. રાજુલા શહેર જય શ્રીરામના નાંદથી ઉઠ્યું હતું. અને શહેરના વિવિધ વિસ્તારોમા સંગઠનો દ્વારા ઠંડા-પીણા,નાસ્તા સહીતના સ્ટોલ ઉભા કરાયા હતાં. રાજુલામા અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની હર્ષ અને ઉલ્લાસ સાથે ઉજવણી કરવામા આવી હતી. રાજુલા પોલીસ સ્ટેશનના પીઆઇ આઇ.જે.ગીડા સહીત પોલીસ કાફલા સાથે ચુસ્તપણે બંદોબસ્ત ગોઠવવામા આવ્યો હતો. રાજુલા શહેર રામમય બન્યું હતું.
રાજુલામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઇ શોભાયાત્રા નીકળી
