ગીર સોમનાથ: શ્રી સોમનાથ ટ્રસ્ટના માન.અધ્યક્ષશ્રી અને દેશના યશસ્વિ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે પ્રથમ રામનામ લખી પ્રારંભ કરાયેલ આ સાડા ત્રણ કરોડ રામનામ મંત્ર લેખન અભિયાન શ્રી રામ મંદિર ખાતે યોજવામાં આવેલ. આ અભિયાનમાં જન-જન જોડાતા ગયા અને માત્ર એંશી દિવસમાં જ 11 થી વધુભાષામાં 50 હજારથી વધુ લોકો એ આ કરોડો મંત્રો લખવાનુ લક્ષ્યાંક પાર પાડી આ પાવન લેખન યજ્ઞમાં જોડાતા ગયા ત્યારે 3.50 કરોડ રામનામ લખાયેલ પવિત્ર પોથીજીની મહાયાત્રા શ્રીસોમનાથ મહાદેવ મંદિર થી પ્રભાસ તીર્થના રામ મંદિર સુધી યોજવામાં આવેલ જેમાં મોટી માત્રામાં જનસમુદાય જોડાયો હતો.
અયોધ્યા નુતન રામ મંદિરના ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે સોમનાથમાં પોથી યાત્રા નીકળી

Follow US
Find US on Social Medias