સદીઓની રાહ જોયા બાદ આજે ભગવાન રામનું અયોધ્યામાં તેમના નવનિર્મિત ઘરમાં આગમન થયું હતું. રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ નિમિતે દેશ-વિદેશમાં ઝુંપડીથી માંડીને ગગનચુંબી ઈમારતોમાં રામ નામ લખી વધામણી થઈ હતી.
આખરે આજે એ ઘડી આવી ગઈ છે જેનો સદીઓથી રામભકતોને ઈંતેઝાર હતો. આજે જયારે અયોધ્યામાં વડાપ્રધાન મોદીના હસ્તે ભગવાન રામનાં નવનિર્મિત મંદિરમાં રામના બાળ સ્વરૂપ રામલલ્લાની પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા થનાર છે તેનો ઉત્સાહ ગરીબથી માંડીને મધ્યમ વર્ગ અને અમીરને પણ છે. ઝુંપડીથી માંડીને મકાનો અને ગગનચુંબી ઈમારતો ભગવાન રામના રંગે રંગાઈ છે.
- Advertisement -
માણસ જ શા માટે દેવી-દેવતાઓનાં નિવાસ એટલે કે ધર્મસ્થાનોએ મંદિરોએ પણ રામનાં શણગાર કર્યા છે. પ્રસ્તુત તસ્વીર ભારત જ નહીં, એશીયાનાં સૌથી અમીર મુકેશ અંબાણીના નિવાસસ્થાન એન્ટેલીયા છે.એન્ટેલીયા પણ જય શ્રીરામનાં લખાણથી ઝગમગી ઉઠયુ છે. રામ નામથી પુરૂ બિલ્ડીંગ સજયુ છે.