ખાસ-ખબર સંવાદદાતા
જુનાગઢ શહેરના મધુરમ વિસ્તારમાં નીલકંઠ નગરમાં ગટરની કામગીરીને લઈ લોકોમાં રોષ જોવા મળ્યો હતો. ત્યારે સ્થાનિકો દ્વારા ગટરના કામમાં ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા.નીલકંઠ નગરની ગટર લાઇનમાં 700 ડાયા મીટરની જગ્યાએ 200 ડાયામીટરના પાઈપ નાખવામાં આવે છે. અને આ કામમાં લાઈન લેવલ પણ કરવામાં આવતું નથી તેવા સ્થાનિકો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા ત્યારે કોન્ટ્રાક્ટરે પણ સ્વીકાર્યું હતું કે ટેકનીકલ ઈસુના કારણે 700 ડાયા મીટરની લાઈન અન્ય રોડ પર નાખવામાં આવી છે.
ચાર થી પાંચ દિવસ થયા આ ગટરનું કામ શરૂ છે. ત્યારે જુનાગઢ મહાનગરપાલિકા કે કોન્ટ્રાક્ટરના કોઈ એન્જિનિયર અહીં આવ્યા નથી. અત્યાર સુધી આ કામ પર અમે લેવલ મશીન ક્યારેય જોયું નથી.700 ડાયા મીટર ની પાઇપ આ સોસાયટીમાં નાખવાનો પ્લાનમાં ઉલેખ્ખ કરવામાં આવ્યો છે. પરંતુ અહીં 200 ડાયામીટર નો પાઇપ નાખવામાં આવી રહ્યો છે. જે પ્લાન અને નિયમ વિરુદ્ધ છે.નીલકંઠ નગરના ગટરનું કામ કરતા કોન્ટ્રાક્ટરએ પણ સ્વીકાર્યું હતું કે, ટેકનિકલ કારણે અહીં 200 ડાયા મીટરના પાઇપ નાખવામાં આવે છે. અને જે 700 ડાયા મીટરના પાઇપ બાજુની શેરીમાં નાખવામાં આવ્યા છે.અહીંના 700 ડાયા મીટરના પાઇપ અન્ય જગ્યાએ નાખવામાં આવ્યા છે. પરંતુ સ્થાનિકો દ્વારા કરવામાં આવતા આક્ષેપો પાયા વિહોણા છે. કામમાં કોઈ પ્રકારનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો નથી.