મારૂ ગામ સુરક્ષીત ગામ અંતર્ગત પાંચ લાખના ખર્ચે કેમેરા લાગ્યા
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા દ્વારા મારૂ ગામ સુરક્ષીત ગામ બને તેવા હેતુથી જિલ્લાના ગામોમાં સીસીટીવી કેમેરા લાગે તેવા હેતુથી લોકોને અપિલ કરતા બાંટવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ મરમઠ ગામના સરપંચ પરબતભાઇ મશરીભાઇ વરૂ તથા ઉપસરપંચ સુરેશભાઇ બાકુએ જિલ્લા પંચાયતમાંથી રૂા.પાંચ લાખની લાંચ મંજૂર કરાવીને ગામના મુખ્ય પ્રવેશ દ્વારથી લઇને દરેક જગ્યાએ કુલ 26 નાઇટ વીઝન સીસીટીવી કેમેરા લગાવીને મારૂ ગામ સુરક્ષીત ગામ સુત્રને સાર્થક કર્યુ હતુ.
બાંટવાનું મરમઠ ગામ CCTV કેમેરાથી સજ્જ
![](https://khaskhabarrajkot.com/wp-content/uploads/2024/01/બાંટવાનું-મરમઠ-ગામ-સીસીટીવી-કેમેરાથી-સજ્જ-થયું.jpg)