ખાસ-ખબર સંવાદદાતા
ગીર સોમનાથ કલેક્ટરના વડપણ હેઠળ એસપી મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ આરટીઓ તેમજ પોલીસ વિભાગના સંયુક્ત ઉપક્રમે જિલ્લામાં તા.15 થી 14 ફેબ્રુઆરી સુધી રોડ સેફટીમંથની ઉજવણી કરાશે. જે અંતર્ગત પ્રભાસ પાટણ ખાતે આરટીઓ, પોલીસ તથા રોડ એજન્સીના અધિકારીઓ દ્વારા બસ, ટ્રક, રિક્ષા એસોસિએશનના સભ્યો તથા નગરજનોની હાજરીમાં ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો હતો.
રોડ સેફ્ટી મંથની ઉજવણી દરમિયાન રેડિયમ રિફ્લેકટરનું વિતરણ, અલગ અલગ કંપનીના ડ્રાઇવરો તથા એસટીના ડ્રાઇવરોને ટ્રેનિંગ, શાળા-કોલેજો ખાતે વિદ્યાર્થીઓમાં ટ્રાફિક અવેરનેસ માટે સેમિનાર, ધાર્મિક સ્થળોએ આવતા ભક્તોને રોડ સેફટી વિશે જાગૃતિ તથા રોડ સેફટી રેલી, ડ્રાઇવર ભાઈઓ માટે ફ્રી મેડિકલ ચેકઅપ સહિત રોડ સેફટીને લગતા વિવિધ કાર્યક્રમો યોજાશે.