રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ અને એસ.ઓ.જી પોલીસે સાયક્લોથોનમાં ભાગ લીધો
રાજકોટ શહેર પોલીસ અને ઇનવિઝિબલ એન.જી.ઓ દ્વારા ’NO DRUGS CAMPAIGN’ અંતર્ગ અંતર્ગત આજરોજ સાયકલોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું.રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ અને એસ.ઓ.જી પોલીસે સાયક્લોથોનમાં ભાગ લીધો હતો. રાજકોટ થી જામનગર સુધી સાયકલોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું.
- Advertisement -
ગુજરાતના મોટા 12 શહેરોમાં 75 હજારથી વધુ યુવાનોને ડ્રગ્સના નકારાત્મક અસરો વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. ડ્રગ્સ જેવા નસીલા પદાર્થોથી યુવાધન દૂર રહે તેવી રાજકોટ શહેર પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી હતી નસીલા પદાર્થોથી યુવા ધન દૂર રહે તે માટે રાજકોટ શહેર પોલીસ દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવે છે. 200 થી વધુ લોકોએ સાઇકલોથોનમાં ભાગ લીધો હતો.