ખાસ-ખબર સંવાદદાતા
અયોધ્યામાં ભગવાન શ્રીરામ નવનિર્માણ પામી રહેલા ભવ્ય અને દિવ્ય મહામંદિર તરફથી સમ્રગ દેશમાં ઘરે-ઘરે અક્ષત રૂપી કળશ આવેલ છે. અને આ ઉત્સવ નિમિત્તે અયોધ્યાથી આવેલા અક્ષત કળશને લોકો હૃદયથી વધાવી રહ્યા છે. ત્યારે રાજુલા તાલુકાના રાભડા ગામે ભવ્ય કળશ યાત્રા યોજાઇ હતી. ભગવાન શ્રીરામના બની રહેલા મંદિરના વધામણા કરી અક્ષત કળશનુ પૂજન કરવામા આવ્યું હતું. રાભડા ગામમાં કળશ યાત્રા અંતર્ગત સત્સંગ અને સુંદર કાંડના પાઠ કરવામા આવેલ. ભાગવતચાર્ય મનસુખ દાદાના નિવાસ સ્થાને કળશની પધરામણી કરાઇ હતી. અને ગ્રામજનોને અયોધ્યાથી આવેલ અક્ષતનુ વિતરણ કરવામા આવ્યું. આ કાર્યક્રમમાં સરપંચ અરવિંદગીરી ગોસ્વામી, કથાકાર મનસુખ દાદા તેમજ આગેવાનો સહિત ગ્રામજનોએ ઉપસ્થિત રહ્યાં હતાં.