ખાસ-ખબર સંવાદદાતા
નરેન્દ્ર મોદીના વરદહસ્તે આગામી 22 જાન્યુઆરીના રોજ રામજન્મભૂમિ અયોધ્યા ખાતે નવનિર્મિત રામમંદિરે રામલલ્લા બિરાજમાન થવા જઇ રહ્યા છે અને સમગ્ર દેશ રામમય થયો છે ત્યારે રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તથા પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્ય રામલલ્લાના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને ભક્તિભાવથી વધાવવા રામમય બન્યું છે અને પુજીત અક્ષત યાત્રાને સમગ્ર રાજ્યના લોકો ભક્તિભાવથી વધાવી રહ્યા છે ત્યારે તારીખ 14થી તારીખ 22 સુધી સમગ્ર દેશના નાના મોટા ધાર્મિક સ્થળોની સાફ-સફાઈના વડાપ્રધાન મોદીએ કરેલા આહ્વાનના ભાગરૂપે જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન સંજયભાઈ રંગાણી દ્વારા તેમના મતવિસ્તારના કુવાડવા તથા રાણપુર ગામે સ્થિત મંદીરોમાં સફાઈ અભિયાનમાં જોડાઈ તમામ ધાર્મિક સ્થળોની સાફસફાઈ અભિયાનનો પ્રારંભ તાલુકા પંચાયતના સદસ્યો, સંગઠનના હોદ્દેદારો, સરપંચોે, સ્થાનિક આગેવાનો તથા સહકારી ક્ષેત્રના આગેવાનોને સાથે રાખી કરવામાં આવ્યો. આ પ્રસંગે પ્રવીણાબેન રંગાણીએ સમગ્ર જ્લ્લિામાં આવેલા નાના-મોટા તમામ ધાર્મિક સ્થળોની સાફસફાઈ કરવા આહ્વાન આપ્યું હતું અને યાત્રાધામોના પરિસર, ધાર્મિક સ્થળોના મુખ્ય પ્રવેશ માર્ગો તથા ભક્તોની અવરજવર થતી હોય તેવી જગ્યાઓની સ્વચ્છતા અંગેની કામગીરી, યાત્રાધામોમાં થતો કચરો યોગ્ય જગ્યાએ સુવ્યવિસ્થત રીતે નિકાલ થાય તે રીતે ડસ્ટબિન તથા અન્ય જરૂરી સંસાધનોનું વ્યવસ્થાપનની કામગીરી કરવા અનુરોધ કયોઁ છે.