ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં એક માસ સુધી ટ્રાફિક જાગૃતિના કાર્યક્રમ થશે. જેમાં આજે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે બાઈક રેલીથી આ ઝુંબેશની શરૂઆત કરાવી હતી. અકસ્માત ઘટાડવા ટ્રાફિક સલામતી સપ્તાહની જગ્યાએ તા.15 ફેબ્રુઆરી સુધી સલામતી માસની ઉજવણી થશે. વિવિધ સંસ્થાઓ સાથે મળી અલગ અલગ સ્પર્ધા, કાર્યક્રમ યોજાશે. જેમાં ટ્રાફિક જાગૃતિ વધારવાનો ઉદ્દેશ છે. આ તકે અધિક પોલીસ કમિશનર વિધિ ચૌધરી, ડીસીપી ઝોન-1 રાજનસિંહ પરમાર, ડીએસપી ઝોન-2 સુધીર દેસાઈ, ડીસીપી ટ્રાફિક પૂજા યાદવ, એસીપી ટ્રાફિક જે.બી. ગઢવી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.સીપી રાજુભાર્ગવે જણાવ્યું હતું કે, આજથી 15/2/2024 સુધી ટ્રાફિક સલામતી મહિનાની શરૂઆત થઈ છે. જેના અંતર્ગત બાઈક રેલી યોજાઈ હતી.આ રેલી થકી માસ દરમિયાન ચાલનાર કાર્યક્રમોની શરૂઆત કરી છે.
આ એક માસ દરમિયાન રાજકોટની વિભિન્ન સંસ્થાઓ સાથે મળી પોલીસ વિવિધ કાર્યક્રમો યોજશે રેસકોર્ષ ખાતે રામકથાનું આયોજન છે તેમાં પણ ટ્રાફિકનો સ્ટોલ મુકાશે.
સ્કૂલ-કોલેજોમાં જુદી-જુદી સ્પર્ધાઓ યોજાશે.શહેરમાં અલગ-અલગ જગ્યાઓ પર કાર્યક્રમો યોજાશે.માસ દરમિયાન ટ્રાફિક સલામતીના જેટલા વિષયો છે તેનાથી લોકોને જાગૃત કરવામાં આવશે.
આ કાર્યક્રમનો ધ્યેય છે.