આ વર્ષના અંત સુધીમાં શરૂ થશે નિર્માણ કાર્ય
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતના મેટ્રો સિટી અમદાવાદ બિઝનેસ અને ફેસિલિટીઝનું હબ બની રહ્યું છે. શહેરમાં એક પછી એક નવા પ્રોજેક્ટ અને નવી ફેસિલિટી આકાર પામી રહી છે. યુએઇના એક ગ્રૃપ દ્વારા અમદાવાદમાં ભારતનો સૌથી મોટો શોપિંગ મોલ બનાવવાનો નિર્ણય કર્યો છે. આ ગ્રૂપ 4 હજાર કરોડનું વર્ષ દરમિયાન રોકાણ કરવાની છે. આ શોપિંગ મોલના નિર્માણનું કામ 2024માં જ શરૂ કરી દેવામાં આવશે.
લુલુ ગ્રુપ ઇન્ટરનેશનલના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર યુસુફ અલી એમએએ જણાવ્યું હતું કે, અહીં 20 વર્ષથી વાઇબ્રન્ટ ગુજરાતનું આયોજન કરવામાં આવે છે. જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિઝન છે. યુએઇના પ્રેસિડન્ટ પણ આ ઇવેન્ટમાં ભાગ લેવા માટે આવ્યા હતા. આ એક ઇન્ટરનેશનલ ઇવેન્ટ બની ગઇ છે અને અનેક કંપનીઓ ઉદ્યોગપતિઓ દિલ ખોલીને રોકાણ કરવા તૈયાર છે. એનઆરઆઇ પણ રોકાણ કરવા આવી રહ્યાં છે. અને અમે પણ અમદાવાદમાં ભારતનો સૌથી મોટો શોપિંગ મોલ બનાવવા જઇ રહ્યાં છીએ. હું વડાપ્રધાન અને મુખ્યમંત્રીને અભિનંદન પાઠવું છું.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, યુએઇ સાથે ભારતને સારા સંબંધ છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ અંગત રીતે સારો નાતો હોવાથી યુએઇના પ્રેસિડન્ટ આ ઇવેન્ટમાં ભાગ લેવા માટે આવ્યા છે. વાઇબ્રન્ટ ગુજરાતમાં યુઇએના સ્ટોલમાં આ બિગેસ્ટ મોલનું મિનિએચર મુકવામાં આવ્યું છે. આ માત્ર મિનિએચર છે. ભારતના સૌથી મોટા શોપિંગ મોલનું બાંધકામ આ વર્ષમાં જ શરૂ કરવામાં આવશે. અમદાવાદમાં શોપિંગ મોલના નિર્માણની સાથે હૈદરાબાદમાં એક શોપિગ મોલ ખોલી રહ્યાં છે. અત્યારે દેશના છ શહેરોમાં લુલુ ગ્રૂપના મોલ્સ આવેલા છે. જેમાં કોચી, તિરુવનંતપુરમ, બેંગાલુરુ, લખનઉ, કોઇમ્બતુર છે અને હૈદરાબાદમાં નવો મોલ શરૂ થવા જઇ રહ્યો છે. તેમજ શોપિંગ મોલ અને ફૂડ પ્રોસેસિંગ માટે વિવિધ રાજ્યોમાં જઇ રહ્યાં છીએ.
લુલુ ગ્રુપનું મુખ્યમથક અબુ ધાબીમાં આવેલું છે. આ મોલ 250થી વધુ હાઇપર માર્કેટ અને સુપર માર્કેટનું સંચાલન કરે છે. જીસીસી, ઇજીપ્ત, ભારત, ઇન્ડોનેશિયા, મલેશિયામાં ખૂબજ લોકપ્રિય છે. આ ગ્રૂપના 42 જેટલા દેશોમાં 65 હજારથી વધુ લોકોને રોજગારી આપે છે. તેમજ 8 અબજ યુએસ ડોલરનુ વૈશ્ર્વિક સ્તરે વાર્ષિક ટર્ન ઓવર ધરાવે છે.