સંપતિ 101.8 અબજ ડોલર
જુન 2022 પછી ફરી આ વૈશ્ર્વિક ક્લબમાં સ્થાન મેળવ્યું
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ભારતના સૌથી અમીર પદ માટે અંબાણી-અદાણી વચ્ચે સ્પર્ધા હોય તેમ વારંવાર તેઓ એકબીજાથી આગળ નીકળી જાય છે ત્યારે હવે રીલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણી ફરી એક વખત 100 અબજ ડોલરની કલબમાં સામેલ થઈ ગયા છે.
તેઓની સંપતિમાં 2.8 અબજ ડોલરનો વધારો થવા સાથે કુલ સંપતિ 101.8 અબજ ડોલરે પહોંચી
ગઈ છે.
બ્લુમબર્ગ બીલીયોનેર ઈન્ડેકસનાં રીપોર્ટ પ્રમાણે મૂકેશ અંબાણી જુન 2022 પછી પ્રથમ વખત ફરી 100 અબજ ડોલરની કલબમાં પહોંચ્યા છે. મુકેશ અંબાણી રીલાયન્સનાં 42 ટકાનો શેર હિસ્સો ધરાવે છે.
કંપની પેટ્રોલીયમ ટેલીકોમ, રીટેઈલ જેવા ક્ષેત્રોમાં સામેલ છે.કંપનીનાં શેરનો ભાવ ઓકટોબર પછી 22 ટકા ઉંચકાયો છે અને તેઓ વિશ્વના 12 માં નંબરના સૌથી ધનિક બન્યા છે અને ભારતના નંબર-વન બન્યા છે.
તેઓની સંપતિમાં મોટી વૃધ્ધિ કે ઘટાડાને પગલે તબકકાવાર સ્થિર ગતિએ વધારો થઈ રહ્યો છે. 66 વર્ષિય મુકેશ અંબાણીના નેતૃત્વમાં મુલ્યની દ્રષ્ટ્રિેએ રીલાયન્સ સૌથી મોટી કંપની બની છે અને કંપનીએ વિવિધ ક્ષેત્રોમાં વૈવિધ્યકરણ કર્યુ છે.
છેલ્લા વર્ષોમાં ટેકનોલોજી તથા રીન્યુએબલ એનર્જીમાં એન્ટ્રી કરી છે. રીલાયન્સનાં જુથો ફાઈનાન્સીયલનાં લીસ્ટીંગ બાદ સંપતિમાં વધુ વૃધ્ધિ
થઈ છે.