બ્રિટનના પ્રવાસે ગયેલા ભારતીય રક્ષા મંત્રી રાજનાથ સિંહના લંડનમાં વડાપ્રધાન ઋષિ સુનક સાથે મુલાકાત કરી. બંન્ને દેશોની મુલાકાત બ્રિટિશ વડાપ્રધાનના અધિકૃત રહેઠાણ 10 ડાઉનિંગ સ્ટ્રીટ, લંડનમાં થઇ. આ દરમ્યાન રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, બંન્ને દેશોએ પોતાના ઐતિહાસિક સંબંધોને આધુનિક, બહુઆયામી અને પારસ્પરિક રૂપથી લાભદાયક ભાગીદારીમાં ઢાળવા પર મહત્વપૂર્ણ પ્રગતિ કરી છે.
બંન્ને દેશોના સંબંધો મજબૂત કરવા પર સહમતિ બની
રક્ષા મંત્રીએ કહ્યું કે, બ્રિટન અને બીજા સમાન વિચારધારાવાળા દેશોને શાંતિપૂર્ણ અને સ્થિર વૈશ્વિક નિયમ આધારિત વ્યવસ્થાને મજબૂત કરવા માટે ભારતની સાથે મળીને કામ કરવું જોઇએ અને ભારતની પ્રગતિમાં ભાગીદાર બની શકે છે. બ્રિટનના વડાપ્રધાન સુનકે વેપાર, રક્ષા અને ઔદ્યોગિક ક્ષેત્રમાં બંન્ને દેશોની સાથે મળીને કામ કરવાની સહમતિ વ્યક્ત કરી છે. સાથે જ તેમણે આશા વ્યક્ત કરી છે કે, બંન્ને દેશોની વચ્ચે ચાલી રહેલા મુક્ત વેપાર કરાર પર સફળતા મળે. મુલાકાત દરમ્યાન રક્ષા મંત્રી રાજનાથ સિંહે બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનકે રામ દરબારની મૂર્તિ ભેટસ્વરૂપ આપીછે. આ દરમ્યાન તેમણે બ્રિટનના સલાહકાર સર ટિમ બૈરો પણ હાજર રહ્યા છે.
- Advertisement -
ભારતને હવે કોઇ ધમકાવી શકે નહીં
લંડનના ઇન્ડિયા હાઉસમાં યોજાયેલા એક કાર્યક્રમ દરમ્યાન રાજનાથ સિંહે પોતાના સંબોધનમાં ચીનના ન્યુઝપેપર ગ્લોબલ ટાઇમ્સ પર પ્રકાશિત એક લેખનું ઉધાહરણ આફતાં કહ્યું કે, ચીનનો પણ ભારતને લઇને જોવાનું વલણ બદલાય ગયું છે અને ચીન ભારતને એખ વિકાસશીલ આર્થિક તાકાત અને રણનૌતિક તાકાતના રૂપમાં સ્વીકાર કરી શકે છે. રાજનાથ સિંહે તેમના કારણે દેશના ઝડપી વિકાસ અને મજબૂત વિદેશ નીતિને આપે છે. ગલવાન ઘાટીમાં થયેલા ભારતીય અને ચીનના સૈનિકોની ઝડપ પછી ચીનનો ભારતને લઇને રૂખ બદલાઇ ગયો થે, ભારતને મબળો દેશ નહીં માનતા પરંતુ એક ઉભરતી વૈશ્વિક તાકાતના રૂપમાં જોવામાં આવે છે.
તેમણે વધુમા કહ્યું કે, હવે એવું નથી રહ્યું કે, ભારતને પોતાની તાકાતથી નબળો દેખાડી શક. અમે કોઇને પણ અમારા દુશ્મનના રૂપમાં જોતા નથી, પરંતુ દુનિયા આ બાબતથી જાણ છે કે, ભારત અને ચીનના સંબંધોમાં તણાવ છે અને પાડોશી દેશો અને દુનિયાના બીજા દેશોની સાથે સંબંધોમાં ઉષ્મા રહે.
રાજનાથ સિંહ બ્રિટનના અધિકૃત પ્રવાસ પર છે અને આ કોઇપણ ભારતીય વિદેશ મંત્રીના છેલ્લા વર્ષોમાં કરેલો આ પહેલો પ્રવાસ છે. રાજનાથ સિંહે લંડનમાં બ્રિટનના વિદેશ મંત્રી ડેવિડ કૈમરૂન સાથે મુલાકાત કરી. લંડનના ટ્રિનિટી હાઉશમાં બ્રિટિશ રક્ષા મંત્રી ગ્રાન્ટ શૈપ્સ અને રાજનાથ સિંહે ભારત- બ્રિટનના રક્ષા ઉદ્યોગો સીઇઓના ગ્લોબલ સંમ્મેલનમાં પણ ભાગ લીધો, બંન્ને દેશોની વચ્ચે રક્ષા સહયોગ વધારવા પર સહમતિ દર્શાવી છે.