આવતીકાલે વોર્ડનં. 15માં સફાઈ મહાઝુંબેશ હાથ ધરવામાં આવશે
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નિર્મળ ગુજરાત 2.0 અંતર્ગત શહેરના વોર્ડ નં. 1થી 18માં વન-ડે, વન-વોર્ડ મુજબ સફાઇ મહાઝુંબેશ તા. 27-12થી તા. 1-04 સુધી હાથ ધરવામાં આવનાર છે. જે અંતર્ગત તા. 8ના રોજ વોર્ડ નં. 11માં નિર્મળ ગુજરાત-2.0 અંતર્ગત સફાઈ મહાઝુંબેશ યોજવામાં આવેલ. આ વોર્ડમાંથી 110 ટન સોલીડ વેસ્ટ અને 80 ટન સી એન્ડ ડી કચરાનો નિકાલ કરવામાં આવેલ. આવતીકાલે તા. 10ના રોજ વોર્ડ નં. 15માં નિર્મળ ગુજરાત-2.0 અંતર્ગત સફાઈ મહાઝુંબેશ હાથ ધરવામાં આવશે.
વોર્ડ નં. 11માં સફાઈ મહાઝુંબેશમાં શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકર, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, શહેર ભાજપ મહામંત્રી વિરેન્દ્રસિંહ ઝાલા, કોર્પોરેટર વિનુભાઈ સોરઠીયા, રણજીતભાઈ સાગઠીયા અને ભારતીબેન પાડલીયા, શહેર ભાજપ ઉપપ્રમુખ પુજાબેન પટેલ, હિતેશભાઈ ઢોલરીયા, રાજદીપસિંહ જાડેજા, રાજકોટ શહેર ભાજપ મંત્રી વિજયભાઈ ટોળીયા સહિતના તમામ હોદેદારો, મનપાના અધિકારીઓ, વોર્ડના સેનેટરી ઇન્સ્પેકટર, સેનેટરી સબ ઇન્સ્પેકટર, સફાઈ કામદારો અને રોબીન હુડ આર્મી સંસ્થાના પ્રતિનિધિઓ જોડાયા હતા.