અયોધ્યા રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા માટે સમગ્ર દુનિયાભરમાં ધુમ મચી ગઇ છે. 22 જાન્યુઆરીના રામલલા બિરાજમાન થશે. ફક્ત ભારત જ નહીં વિદેશોમાં પણ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા માટે લોકો ખૂબ જ ઉત્સાહિત છે. પ્રાણ પ્રતિષ્ઠા પહેલા અમેરિકાના ન્યૂયોર્ક સિટીમાં માતાની ચોકીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ન્યૂયોર્ક સિટીના મેયર એરિક એડમ અને આતંરરાષ્ટ્રીય કેસના ડેપ્યુટી કમિશ્નર દિલીપ ચોહાણ પણ હાજર રહ્યા હતા.
ન્યૂયોર્કના મેયરે રામ મંદિર વિશે કહી આ વાત
રામ મંદિરના ઉદ્ધાટનની વાત કરતા મેયર એરિક એડમે પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, જો અમે ન્યૂયોર્કના હિંદુ સમૂદાયની વાત કરીએ તો આ તેમના માટે એક મહત્વપૂર્ણ ઘટના છે, આ તેમના માટે એક તહેવાર અને પોતાની આધ્યાત્મિકતા દર્શાવવા માટેનો સુવર્ણ અવસર છે.
- Advertisement -
#WATCH | New York City Mayor Eric Adam and Deputy Commissioner of International Affairs Dilip Chauhan attended the Mata ki Chowki celebration in New York pic.twitter.com/iI8i17IGVb
— ANI (@ANI) January 8, 2024
- Advertisement -
જણાવી દઇએ કે, અયોધ્યામાં 22 જાન્યુઆરીના યોજાનારા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનું સીધું પ્રસારણ દેશમાં જ નહીં વિદેશમાં પણ યોજાશે. અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં પ્રસિદ્ધ ટાઇમ્સ સ્કવેર ખાતે તેનું પ્રસારણ કરવામાં આવશે.
રામમંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રએ જણાવ્યું કે, અસ્થાયી મંદિરમાં બિરાજમાન રમાલલા 21 જાન્યુઆરીના નવા મંદિરમાં પહોંચશે. આ દિવસે ભક્તોને દર્શન નહીં થઇ શકે. આ સુચના ટ્રસ્ટે ભક્તોને આપી છે. અચળ મૂર્તિને સોનાના સિંહાસન પર કમળના આસન પર પ્રતિષ્ઠિત કરવામાં આવશે. તેમની એકદમ સામે સોનાના સિંહાસન પર બિરાજમાન રામલલા ચાર ભાઇઓની સાથે બિરાજમાન થશે. દરરોજ બંન્ને મૂર્તિઓની પૂજા થશે. રામલલા પંચકોસી પરિક્રમા કરશે. પ્રમુખ મંદિરોના દર્શન પણ કરશે. વિભિન્ન નદીઓના જળથી સ્નાન કરાવવામાં આવશે. આ સ્નાન સરયૂ તટ પર થશે કે પછી મંદિરમાં તે હજુ નક્કી કરવામાં આવ્યું નથી.