- 66 દિવસની યાત્રા 6700 કી.મીનો વિસ્તાર-15 રાજયોના 110 જીલ્લા કવર કરશે: ‘ઈન્ડિયા’ ગઠબંધન નેતાઓને પણ તેડાવશે
કોંગ્રેસે રાહુલ ગાંધીના નેતૃત્વમાં આયોજિત ભારત ન્યાય યાત્રાનું નામ બદલી નાખ્યું છે. હવે આ ભારત જોડો ન્યાય યાત્રા કહેવાશે. કોંર્ગેસના મહાસચિવ જયરામ રમેશે આપી. તેમણે કહ્યું કે- રાહુલ ગાંધીની ગત વર્ષે 5 મહિના સુધી ચાલેલી ભારત જોડો યાત્રા સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને આ નામ લોકોના મનમાં બેસી ગયું હતું. તેથી અમે નવી યાત્રામાં પણ ભારત જોડો સામેલ કર્યું છે.
જયરામ રમશે કહ્યું કે- મહાસચિવો, પ્રભારીઓ, પ્રદેશ અધ્યક્ષો અને વિધાનસભામાં વિપક્ષના નેતાઓની મીટિંગમાં આ નિર્ણય લેવામાં આવ્યો.તેમણે કહ્યું કે- ભારત જોડો યાત્રા એક બ્રાન્ડ બની ગઈ હતી. જેણે લોકોના હ્વદય અને મગજમાં જગ્યા બનાવી લીધી હતી, ત્યારે આ વાતને આપણે ભૂલવી ન જોઈએ. આ યાત્રાએ કન્યાકુમારીથી શ્રીનગર સુધીની સફર પુરી કરી હતી અને તેની અસર પણ જોવા મળી.
- Advertisement -
જયરામ રમેશે આ દમરિયાન ભારત જોડો ન્યાય યાત્રાનો રુટમેપ પણ રજૂ કર્યો. તેમણે કહ્યું કે આ યાત્રાની શરુઆત હિંસાથી પ્રભાવિત મણિપુરની રાજધાની ઈમ્ફાલથી 14 જાન્યુઆરીએ બપોરે 12 વાગ્યાથી થશે. આ માર્ચનો કુલ રુટ 6,700 કિલોમીટર લાંબો હશે. તેમણે કહ્યું કે આ યાત્રા 66 દિવસ સુધી ચાલશે અને દરરોજ બે વખત રાહુલ ગાંધીનું ભાષણ હશે.
રુટમાં એક ફેરફાર એ થયો છે આ યાત્રા અરુણાચલ પ્રદેશમાં પણ જશે. અરુણાચલ સહિત 15 રાજ્યોમાંથી આ યાત્રા પસાર થશે. શરુઆત તબક્કામાં કોંગ્રેસે યાત્રાનું પ્લાનિંગ અરુણાચલના પાસીઘાટથી ગુજરાતના પોરબંદર સુધીનું કર્યું હતું. જે બાદ મણિપુરમાં હિંસાને જોતા કોંગ્રેસે પ્લાન બદલાવ્યો અને મણિપુરથી મુંબઈ સુધીની માર્ચનું નક્કી કર્યું.
આ યાત્રા અંતર્ગત સૌથી લાંબો 1000 કિલોમીટર સુધી યુપીમાંથી નીકળશે. આ રાજ્યમાં કોંગ્રેસનો એક જ સાંસદ છે એવામાં તેમની આ મહેનત કેટલી અસર દેખાડશે તે જોવાનું રહેશે. પશ્ર્ચિમ બંગાળના 7 જિલ્લામાં 523 કિલોમીટરની સફર રહેશે જે 5 દિવસ સુધી ચાલશે. જયરામ રમેશે કહ્યું કે આ યાત્રામાં વિપક્ષી ગઠબંધન I.N.D.I.A.ના તમામ નેતાઓને બોલાવવામાં આવશે.
- Advertisement -
તેમણે કહ્યું કે, માર્ચ અંતર્ગત 15 રાજ્યોના કુલ 110 જિલ્લાઓને કવર કરવામાં આવશે. મહત્વપૂર્ણ છે કે ભારત જોડો યાત્રાની સફળતાને લઈને હજુ સવાલ ઉઠે છે કેમકે યાત્રા દરમિયાન જ પાર્ટીને ગુજરાતમાં હારનો સામનો કરવો પડ્યો હતો. જે બાદ ત્રણ હિન્દી ભાષા રાજ્યોમાં તેમણે હારનો સામનો કરવો પડ્યો હતો.