ખાસ-ખબર સંવાદદાતા
જુનાગઢ ખાતે જીલ્લા કક્ષાનો કલા મહાકુંભનું આયોજન થયેલ હતું. જેમાં મેંદરડાની સિલ્વર સ્ટાર ઇન્ટરનેશનલ સ્કુલનાં કુલ 16 વિદ્યાર્થીઓએ અલગ અલગ કૃતિમાં ભાગ લીધો હતો. તેમાં દરેક બાળકોએ ઉત્કૃષ્ટ દેખાવ કરેલ હતો. જેમાં ગરબા વિભાગમાં નીચે મુજબ બહેનોનો જીલ્લા કક્ષાએ પ્રથમ નંબર આવેલ છે.
સોલંકી સુહાના, ભોરણીયા પૃષ્ટી, મકવાણા ક્રિષ્ના, કોટડીયા મેટ્રિસા, રબારા ભક્તિ, સંતોકિ મેઘા, કાચા ભવ્યા, ભાખર દ્રષ્ટિ, વાળા યશ્વી, કોટડિયા દિયા, નંદાસણા એશા, ઝાલા સાક્ષી, વખારીયા અમ્તુલા, દેવાણી સાક્ષી. તેમજ આર્ટ એન્ડ ક્રાફ્ટમાં કરકર ત્વિશા અને હળવું હારમોનિયમમાં ટાંક માર્મિક એ પણ જિલ્લા કક્ષામાં સારું પરફોર્મન્સ કર્યું હતું.
જૂનાગઢ જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં મેંદરડાના વિદ્યાર્થીઓ ઝળક્યા
