15 જાન્યુઆરી સુધી ચાલનાર આ ફ્લાવર શો માટે 7 લાખથી વધુ રોપાનો ઉપયોગ કરીને 400 મીટરનું ફલાવર સ્ટ્રકચર ઉભુ કરવામાં આવ્યું છે
રિવરફ્રન્ટ પર આજથી ફ્લાવર શોનો પ્રારંભ થયો છે. આપને જણાવી દઈએ કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ફ્લાવર શો ખુલ્લો મુકવામાં આવશે. જે 15 જાન્યુઆરી સુધી ફ્લાવર શો ચાલશે. આપને જણાવી દઈએ કે, 7 લાખથી વધુ રોપાનો ઉપયોગ કરીને 400 મીટરનું ફલાવર સ્ટ્રકચર ઉભુ કરવામાં આવ્યું છે.
- Advertisement -
Preparations are in full swing for the Vibrant Flower Show. There is only one day to go for the flower show, and it is already creating a buzz around the city.#amc #amcforpeople #flowershow #riverfront #Ahmedabad pic.twitter.com/dlmBfEU6SE
— harshoza (@harshoza03) December 29, 2023
- Advertisement -
શાળાના બાળકો માટે ફલાવરશોની એન્ટ્રી મફત
વાયબ્રન્ટ ગુજરાત, સ્ટેચ્યુ ઓફ યુનિટી, સૂર્યમંદિર, વિક્રમ લેન્ડરની પ્રતિકૃતિ પણ મૂકવામાં આવી છે. સોમથી શુક્ર 50 રૂપિયા અને શનિ-રવિ 75 રૂપિયા ટિકીટ રાખવામાં આવી છે. શાળાના બાળકો માટે ફલાવરશોની એન્ટ્રી મફત રહેશે
આ પ્રતિકૃતિ જોવા મળશે
AMCના ગાર્ડન વિભાગના ડાયરેક્ટર જીગ્નેશ પટેલ જણાવ્યું હતું કે, અમદાવાદમાં યોજાનાર આ ફ્લાવર શો શેરીજનોને સરદાર વલ્લભભાઈ પટેલની તેમજ નવા સંસદ ભવનની પ્રતિકૃતિ, મોઢેરાના સૂર્યમંદિરની અને વિક્રમ લેન્ડર-ચંદ્રયાન 3ની પ્રતિકૃતિ જેવા મળશે જે એક આગવુ આકર્ષણ ઉભું કરશે.
આ શોમાં ઓલમ્પિક, વડનગર તોરણની થીમથી મુખ્ય પ્રવેશદ્વાર બનાવાયો છે જ્યારે બાળકો માટેના કાર્ટૂન કેરેક્ટર, વાઇબ્રન્ટ ગુજરાત, પતંગિયા, સાત ઘોડાની પ્રતિકૃતિ, જેવી વિવિધ પ્રતિકૃતિઓ બનાવવામાં આવી છે.
Experience the Grandeur of the Vibrant Ahmedabad #FlowerShow 2024! Now Bigger, Better, and Digital!
Book your tickets online via the Amdapark App at https://t.co/nRgamNIgMb. Choose your preferred gate and tickets, all from the comfort of your home.
Starting Dec 30, '23 to Jan 15,… pic.twitter.com/GKvj6B2jue
— Sabarmati Riverfront Development Corporation Ltd. (@SRFDCL) December 29, 2023
વાંચવા જેવું: પતંગ રસિકોને મોજ પડી જાય તેવી આગાહી: જાણો આ વખતે કેવી રહેશે પવનની ગતિ, અંબાલાલ પટેલે આપ્યા ગુડ ન્યુઝ
ઓનલાઈન ટિકિટ બુક પણ કરી શકો છો
આપને જણાવી દઈએ કે, આ ફ્લાવર શો માટે તમે ઓનલાઈન પણ ટિકિટ બુક કરી શકો છે https://onelink.to/a8byfz પર amdapark એપ્લિકેશન દ્વારા ઓનલાઇન બુક કરી શકો છો.