ફ્લિપકાર્ટની કુદરતી ગેસ અને ઈલેકટ્રીક વ્હિકલ જેવા સ્વચ્છ ઈંધણના વિકલ્પો તરફ વળવાની સફરમાં અદાણી મદદ કરશે
ખાસ-ખબર સંવાદદાતા
ભારતની અગ્રણી એનર્જી અને સિટી ગેસ વિતરણ કંપની અદાણી ટોટલ ગેસ લિ. (અઝઊક) અને ભારતીય બજારની હોમગ્રોન ઈકોમર્સ ફ્લિપકાર્ટએ આજે એક મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડીંગ (ખજ્ઞઞ)કર્યું હોવાની જાહેરાત કરી છે.
આ સમજૂતી અંતર્ગત અદાણી ટોટલ ગેસ લિ. ફ્લિપકાર્ટને તેના માલસામાનની ગોદામથી લઈ ગ્રાહકો સુધીની પ્રાથમિક, માધ્યમિક અને પ્રાદેશિક હેરફેર દરમિયાન કાર્બનના પ્રમાણને ઘટાડવાની તેની મહત્ત્વકાંક્ષાની પરિપૂર્તિ માટે સહયોગ આપશે. કંપની કુદરતી વાયુ અને ઈલેકટ્રિક વ્હીકલ સહિતના સ્વચ્છ બળતણના વિકલ્પો અપનાવવા તરફની ફ્લિપકાર્ટની સફરમાં ડીકાર્બોનાઈઝીંગના ઉપાયો પૂરા પાડશે.
અદાણી ટોટલ ગેસ લિ.ની સંપૂર્ણ માલિકીની પેટાકંપની ટોટલ એનર્જીસ ઈ-મોબિલિટી લિ. (અઝઊક) ફ્લિપકાર્ટના સમગ્ર ભારતમાં પથરાયેલા ગોદામો અને લોજિસ્ટ્કિસ સ્થળો સહિતની સપ્લાય ચેઈન ખાતે ઈવી ચાર્જિંગ આંતરમાળખુ ગોઠવશે. આ ભાગીદારીમાં દેશમાં ઈકોમર્સ લોજિસ્ટિકસ ક્ષેત્રને ડીકાર્બોનાઈઝ કરવામાં દૂરગામી અસરકારક બની રહેશે. આ સંખ્યા દૈનિક આઠ મિલિયન શિપમેન્ટની છે. અર્થકારણની વૃદ્ધિ સાથે આ વોલ્યુમ નિશ્ર્ચિત રીતે વધશે અને તેની સાથે જોડાયેલા કાર્બનના ઉત્સર્જનને ઘટાડવા માટે પુખ્ત વિચારેલા ઉપાયોની જરૂર પડશે. સી.ઓ.પી.-26માં ભારતે અર્થકારણમાં કાર્બનની તીવ્રતા ઘટાડવા અને નેટ ઝીરોના લક્ષ્યને હાંસલ કરવા સહિત ક્લાયમેટ એકશન લક્ષ્યો માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
ફ્લિપકાર્ટ જેવા ભારતીય ઈકોમર્સ ખેલાડીઓએ પણ નેટ ઝીરોનું લક્ષ્ય નિર્ધારિત કરી વાહનોના યાતાયાતને ડિકાર્બનાઈઝ કરવા કમર કસી છે તેના દૂરગામી પરિણામો આ લક્ષ્યને હાંસલ કરવા તરફ દોરી જશે. અદાણી સમૂહ અને ફ્રાંસની ટોટલએનર્જીસ દ્વારા સંયુક્ત રીતે પ્રાયોજિત અઝૠક ભારતમાં આવાસો, વાણિજ્યક ઔદ્યોગિક અને પરિવહન ક્ષેત્રને સ્વચ્છ વીજળીના ઉપાયો પૂરા પાડવા નવી પેઢીના ઊર્જા માળખાનું નિર્માણ કરવા પ્રતિબદ્ધ છે.
કંપનીના એક્ઝિક્યુટીવ ડાયરેકટર અને સીઈઓ સુરેશ મંગલાણીએ જણાવ્યું હતું કે અમે અમારા ગ્રાહકોને શુદ્ધ વીજળીના ઉપાયો પૂરા પાડીને તેઓના ડીકાર્બોનાઝેશનના લક્ષ્યને સિદ્ધ કરવામાં સહાયરૂપ થવા પ્રતિબદ્ધ છીએ.
ફ્લિપકાર્ટના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ હૈમંત બદરીએ કહ્યું કે અમે ટકાઉ ભવિષ્ય માટેના ઈંધણના ઉપાયો અપનાવવા માટે સંકલ્પબદ્ધ છીએ.