ક્ષ 25 સ્પર્ધકોએ મિલેટની અવનવી વાનગીઓ પીરસી
ખાસ-ખબર સંવાદદાતા
રીજીયોનલ સાયન્સ સેન્ટર – રાજકોટ દ્વારા તાજેતરમાં રીજીયોનલ સાયન્સ સેન્ટર – રાજકોટ દ્વારા બેંક ઓફ બરોડા, રાજકોટની ક્ષેત્રીય કચેરીના સહયોગથી ‘લોકો માટે, લોકો દ્વારા’ થીમ હેઠળ ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ- 2023 પહેલના ભાગ રૂપે ‘મિલેટ ફૂડ ફેસ્ટીવલ-2023’ આયોજિત કરવામાં આવ્યો હતો. આ દિવસ ઉજવવાનો મુખ્ય હેતુ લોકોમાં અને વિદ્યાર્થીઓમાં શ્રીઅન્ન (મિલેટ્સ)ના આરોગ્ય અને પોષણ લાભો અંગે જાગૃતિ પેદા કરવાનો હતો. મિલેટ ફૂડ ફેસ્ટીવલ – 2023ની ઉજવણીના ભાગરૂપે રીજીયોનલ સાયન્સ સેન્ટર- રાજકોટ ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ‘મિલેટ રંગોળી’, ‘નો યોર મિલેટ’, ‘ઉપયોગી મિલેટ્સનું પ્રદર્શન’, ‘એક્ષપર્ટ ટોક’ જેવી પ્રવૃત્તિઓ સામેલ હતી, જેમાં લોકોને શ્રીઅન્નના ઉપયોગો અને ફાયદાઓ વિશે વિદ્યાર્થીઓ અને લોકોને સમજાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત એક ‘મિલેટ ફૂડ સ્પર્ધા’નું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 25 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો અને તેઓના દ્વારા મિલેટમાંથી તૈયાર કરવામાં આવેલ અવનવી વાનગીઓ પ્રદર્શિત કરી હતી. સ્પર્ધાના દિવસે રીજીયોનલ સાયન્સ સેન્ટર – રાજકોટની મુલાકાતે આવનાર વિદ્યાર્થીઓ અને સામાન્ય લોકો દ્વારા આ વાનગીઓને ટેસ્ટ કરવામાં આવી અને તેઓની પસંદની વાનગીને વોટિંગ કરાવવામાં આવ્યું અને વોટિંગના આધારે પ્રથમ ત્રણ સૌથી વધુ વોટ મેળવનાર મિલેટની વાનગીઓને પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતા જાહેર કરવામાં આવી હતી.
રીજીયોનલ સાયન્સ સેન્ટર- રાજકોટ ખાતે બેંક ઓફ બરોડા, રાજકોટની ક્ષેત્રીય કચેરીના સહયોગથી આયોજીત મિલેટ ફૂડ ફેસ્ટીવલ – 2023માં વિદ્યાર્થીઓ અને મુલાકાતીઓ દ્વારા વોટિંગના માધ્યમથી ચુંટાયેલ પરિતા ગણાત્રા પ્રથમ વિજેતા બન્યા હતા.
, નમ્રતા કામદાર દ્વિતીય વિજેતા રહ્યા હતા અને ડો. પલક પરમાર તૃતીય સ્થાને રહ્યા હતા. આ પ્રસંગે બેંક ઓફ બરોડાની રાજકોટની ક્ષેત્રીય કચેરીના વડા અંજની કુમાર સિંગલ તથા તેઓની ટીમે ખાસ હાજરી આપી હતી અને વિજેતાઓને બેંક ઓફ બરોડા તરફથી ખાસ ઇનામો આપી અને પ્રોત્સાહિત કર્યા હતા. રીજીયોનલ સાયન્સ સેન્ટર – રાજકોટ દ્વારા વિજેતાઓને ખાસ લાઈફ સ્ટાઈલ ફોર એન્વાયર્મેન્ટના સંદેશા અર્થે સેન્ટરની ટીમ દ્વારા તૈયાર કરાયેલ ખાસ હાથ બનાવટની ઇકોફ્રેન્ડલી ગીફ્ટ આપવામાં આવી તથા તમામ સ્પર્ધકોને સર્ટીફીકેટ અને ગીફ્ટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તમામ સ્પર્ધકો અને મુલાકાતી શાળાઓ અને લોકોએ આ પહેલને વખાણી હતી.