ખાસ-ખબર સંવાદદાતા
મેંદરડા તાલુકાના સમઢીયાળા ગામે વિકસિત ભારત સંકલ્પ રથનું આયોજન કરવા માં આવ્યું હતું જેમાં કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા સમઢીયાળા ગામે રથ આવી પહોંચતા પરંપરાગ રીતે શાળાની બાળાઓએ તિલક કરી સ્વાગત કર્યું આ તકે સરકારની કલ્યાણકારી યોજનાનું લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું હતું આ તકે મોટી સંખ્યા માં લોકો ઉપસ્થિત રહ્યાં હતા આ તકે ગંગેડી આશ્રમના મહંત વીનું બાપુ, સાંસદ રમેશભાઈ ધડુક, જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુંમર, જિલ્લા વિકાસ અધિકારી મિરાત પરીખ, તાલુકા પંચાયત પ્રમુખ દીપકભાઈ મકવાણા, સમઢીયાળા સરપંચ ચિરાગભાઈ રજાણી, યાર્ડના ચેરમેન વિનુભાઈ રાજાણી, વિજયભાઈ પાનસુરીયા તાલુકાના આગેવાન સમઢીયાળા ગામના ગ્રામ્યના લોકો સહિત ખૂબ જ મોટી સંખ્યામાં લોકો વિકસિત ભારત સ્કલપ યાત્રામાં જોડાયા હતા.