બે BRTS બસ વચ્ચેના અકસ્માતમાં 8 બાઈક અડફેટે
ખાસ-ખબર સંવાદદાતા
સુરતમાં ફરી એકવખત ઇછઝજએ કહેર વર્તાવ્યો છે. જેમાં કતારગામના ગજેરા સર્કલ પાસે અકસ્માતમાં 1નું મોત થયુ છે. બે ઇછઝજ બસ વચ્ચેના અકસ્માતમાં 8 બાઈક અડફેટે લીધા હતા. કતારગામ પોલીસે બંને બસચાલકોની અટકાયત કરી છે.
જવાબદાર ચાલક સામે સદોષ માનવવધનો ગુનો નોંધાશે. જેમાં ઇછઝજ બસે રીક્ષાને બચાવવા બ્રેક મારતા બીજી બસ ટકરાઈ હતી. અકસ્માતમાં લોકોનું ઘટનાસ્થળે મોત થયાની આશંકા છે. ઇછઝજ બસે 8 બાઈક અ઼઼ડફેટે લીધા હતા. જેમાં ઘાયલોને સ્મીમેર હોસ્પિટલ ખસેડાયા છે. સુરત શહેર છેલ્લા કેટલાંક સમયથી ક્રાઇમની સાથે સાથે અકસ્માતોનું શહેર પણ બનતું જઈ રહ્યું છે. આ જ પ્રકરણમાં ઇછઝજ બસ દ્વારા અકસ્માતનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં બેફામ ઇછઝજ ચાલકે એક બે નહીં પરંતુ આઠ બાઇકોને અડફેટે લીધી છે.
મળતી માહિતી મુજબ, સુરતમાં ઇછઝજ બસે અકસ્માત સર્જ્યાની વધુ એક ઘટના સામે આવી છે. ઘટના સુરતના કતાર ગામની છે. કતારગામના ગજેરા સર્કલ પાસે ઇછઝજ બસ દ્વારા અકસ્માત સર્જવામાં આવ્યો છે. જેમાં એક ગંભીર રીતે ઘાયલ છે. બેફામ ઇછઝજ બસ ચાલકે 8 બાઈકચાલકોને અડફેટે લીધા હતા. જેમાં 1નું મોત થયુ જ્યારે અન્ય 9 ઘાયલ થયા છે. ઘાયલોને સુરતની સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
સુરતમાં ફરી એક વખત BRTSએ વર્તાવ્યો કહેર, 1નું મોત
![](https://khaskhabarrajkot.com/wp-content/uploads/2023/12/BUS.jpg)