રિક્ષાચાલકે ટર્ન લેતા સર્જાયેલો અકસ્માત: દેવ દર્શનેથી પરત આવતા કાળ ભેટ્યો
ઇજાગ્રસ્ત મહિલાની ફરિયાદ પરથી ડમ્પર ચાલક સામે નોંધાઈ ફરિયાદ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટની ગ્રીનલેન્ડ ચોકડી પાસે અચાનક રિક્ષાએ ટર્ન લેતા પાછળથી આવતા ડમ્પર સાથે અકસ્માત થતાં પિતા-પૂત્રના કરૂણ મોત નિપજ્યાં હતા જ્યારે ચાર ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા બનાવના સીસીટીવી પણ વાયરલ થતાં પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.
રવિવારે સાંજે જૂન કુવાડવા રોડ પોલીસ સ્ટેશન પાસે ડમ્પરે રિક્ષાને ઠોકરે લેતા અકસ્માત સર્જાયો હતો આ રિક્ષામાં બેઠેલા રણછોડવાડીના પ્રવીણભાઈ પરસોતમભાઈ ગરસુંડીયા ઉ.40 અને તેના પુત્ર મયંક ગરસુંડીયા ઉ.17ના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતાં. જ્યારે રિક્ષાચાલક હડમતીયાના અનિલ રાતડીયા, તેના મામા રાજકોટની ચામુંડા સોસાયટીમાં રહેતા નારણભાઇ હરજીભાઇ જાદવ ઉ.42, મામી મધુબેન નારણભાઇ જાદવ ઉ.40, તેમજ વાંકાનેરથી રાજકોટ આવવા બેઠેલા રાજકોટના જનકબા મહેન્દ્રસિંહ પરમાર ઉ.60 અને રોડ ઉપર સાઇડમાં ઉભેલા યુપીના સિધ્ધાર્થ ચૌહાણને ઇજાઓ થતાં સિવિલ હોસ્પિટમલાં ખસેડાયા હતાં બનાવની જાણ થતાં બી ડિવિઝન અને ટ્રાફિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો.
- Advertisement -
બી ડિવિઝન પીઆઈ આર જી બારોટ અને ટીમની પ્રાથમિક તપાસમાં અકસ્માતમાં મૃત્યુ પામનાર પ્રવીણભાઈ ત્રણ ભાઈમાં મોટા હોવાનું અને ચાંદીકામ કરતાં હોવાનું જાણવા મળ્યું છે તેમને સંતાનમાં બે પુત્ર હતા જેમાં એક પુત્ર મયંકનું તેમની સાથે જ મૃત્યુ થયું હતું. મયંક કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. પિતા-પૂત્ર વાંકાનેર ચોકડીએ રાણીમા રૂડીમા મંદિરે દર્શન કરવા ગયા હતાં. ત્યાંથી પરત ઘરે આવવા રિક્ષામાં બેઠા હતાં અને ચાલકે અચાનક ટર્ન લેતાં પાછળથી આવી રહેલા ડમ્પરની ઠોકરે રિક્ષા ચડી જતાં ગમખ્વાર અકસ્માત સર્જ્યો હતો. આ બનવામાં કુવાડવા રોડ ચામુંડા સોસાયટીમાં રહેતાં મધુબેન નારણભાઇ જાદવની ફરિયાદ પરથી ડમ્પર નં. જી જે 03 બી ડબલ્યુ – 8913ના ચાલક વિરૂધધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરી હતી.
ઇજાગ્રસ્ત મધુબેનએ ફરિયાદમાં જણાવ્યું હતું કે મારા પતિ નારણ હરજીભાઇ જાદવ, પતિ, પુત્ર ધ્રુવ ભાણેજ અનિલ બધા વાંકાનેર મોગલ માતાના મંદિરે દર્શન કરવા ગયા હતાં. ત્યાંથી સાંજે તરફ આવતાં હતાં. આ વખતે રિક્ષા મારો ભાણેજ ચલાવતો હતો અને કોઈ કારણોસર ટર્ન લેવા જતાં પાછળથી ડમ્પર અથડયું હતું અને અકસ્માત સર્જાયો હતો