સુરક્ષાના નિયમોનો ઉલાળિયો કરનાર 3 માછીમાર ઝપટે ચડ્યા
ટોકન અને લાયસન્સ વગર માછીમારી કરતા ઝડપાયા
- Advertisement -
માંગરોળ મરિન પોલીસમાં શરત ભંગનો ગુનો દાખલ
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ રેંજ આઇજી નિલેશ જાજડીયાના માર્ગદર્શન હેઠળ પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાની સુચનાથી જૂનાગઢ એસઓજી પીઆઇ એ.એમ.ગોહિલ અને સ્ટાફના પોલીસકર્મીઓ માંગરોળ દરિયાઇ કાંઠા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
ત્યારે દરિયામાં રજીસ્ટ્રેશન અને લાઇયન્સ વગર કે ટોકન લીધા વગર માછીમારી કરતા ટંડેલ સહિત 3ની અટક કરી મરીન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો હતો. જૂનાગઢ જિલ્લામાંથી માછીમારી કરવા સંખ્યાબંધ ભારતીય માછીમારો હોડી-બોટ લઇ દરીયામાં માછીમારી કરવા માટે જાય છે.અને ઘણી વખત માછીમારો ભારતીય સીમા રેખા ઓળંગીને પાકિસ્તાન દરિયાઇ સીમમાં પ્રવેશી માછીમારી કરે છે અને અમુક હોડી-બોટ માછીમારી કરવા જતી વખતે રવાના તથા બોટ પરતની તારીખ સમય વગેરે વિગતો ઓનલાઇન ટોકન લેતા નથી જે રાષ્ટ્રીય સુરક્ષા માટે અતિ ગંભીર બાબત છે. જે અન્વયે માંગરોળબારા દરિયા કાંઠે આવી વોચ રાખતા દરીયામાંથી 3 હોડી (પલાણા) માછીમારી કરી પરત કિનારા તરફ પરત આવતી જોવામાં આવતા 3 હોડીને તપાસતા જેમાં પ્રથમ હોડીના અશરફ આદમ પટેલીયાની હોડી નંબર આઇએનડી-જી.જે.11 એમઓ-1425 રહે.માંગરોળ, જયારે અન્ય બીજી હોડીના કમુ ઓસમાણ સમા, દાઉદ હુશેન સાવણીયા આમ 3 હોડી ટંડેલ પાસેથી હોડીના રજીસ્ટ્રેશન નંબર અને કાગળો માંગતા તેની પાસેથી નહી નિકળતા અને ફીશરીઝ વિભાગ દ્વારા માછીમારી કરવા માટે ઇસ્યુ કરવામાં આવતુ ટોકન પણ નહીં લેતા હોડીના ત્રણ ટંડેલ સહિત સામે માંગોરળ મરીન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
દેશની સુરક્ષાનો મામલો ખુબ ગંભીર હોય છે ત્યારે દરિયામાં માછીમારી કરતા માછીમારો માટે ફીશરીઝ વિભાગ દ્વારા અનેક નિયમો બનાવ્યા છે અને તેનું પાલન કરવુ ફરજીયાત હોય છે ત્યારે રાષ્ટ્રીય સુરક્ષા માટે ગંભીર બાબત છે જે અન્વયે એસઓજી પોલીસના પીઆઇ એ.એમ.ગોહિલ તથા એએસઆઇ એમ.વી.કુવાડીયા, જીતેન્દ્રસિંહ ચૌહાણ, અનિરૂઘ્ધ સિંહ વાંક, રાજુભાઇ ભેડા પ્રતાપભાઇ શેખવા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગ દરમિયાન રાષ્ટ્રની સુરક્ષામાં ચુક કરનાર ત્રણ હોડી સંચાલકો વિરૂઘ્ધ અલગ-અલગ ત્રણ ગુના માંગરોળ મરીન પોલીસ સ્ટેશનમાં નોંધી વધુ તપાસ હાથ
ધરી છે.