ટેક્સાસની પહાડીમાં 500 ફૂટ ઊંચી ઘડિયાળનો પ્રોજેક્ટ શરૂ
જેફ બેઝોસનું રૂ.350 કરોડનું દાન: સૂર્યમાંથી ઉર્જા મળતી રહે તેવી ટેકનિક
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
10 હજાર વર્ષ સુધી ચાલે એવી એક ઘડિયાળ બની રહી છે. એ માટે જેફ બેઝોસ 4.2 કરોડ ડોલર યાને અંદાજે 350 કરોડ રૂૂપિયાનો ખર્ચ કરશે. ટેક્સાસમાં પહાડીઓની વચ્ચે 500 ફૂટ ઊંચી ઘડિયાળ બની રહી છે. આ ઘડિયાળને સૂર્ય પ્રકાશમાંથી ઉર્જા મળતી રહેશે. ટાઈટેનિયમ, ,સિરામિક, સ્ફટિક વગેરે ટકાઉ પદાર્થોનો ઉપયોગ કરીને ઘડિયાળ બનાવાઈ રહી છે. ઘડિયાળ બની જશે પછી મર્યાદિત સંખ્યામાં લોકોને એ જોવાની પરવાનગી પણ આપવામાં આવશે.
એમેઝોનના ફાઉન્ડર અને દુનિયાના ટોચના ઉદ્યોગપતિ જેફ બેઝોસે 10 હજાર વર્ષ ચાલે એવી એક ઘડિયાળ બનાવવાનો પ્રોજેક્ટ શરૂૂ કર્યો છે. બેઝોસ આ ઘડિયાળના નિર્માણ માટે 350 કરોડ રૂૂપિયા જેટલું માતબર ફંડ આપશે. પશ્ર્વિમ ટેક્સાસ પહાડીઓની વચ્ચે 500 ફૂટ વિશાળ ઘડિયાળ બની રહી છે. દર વર્ષે ઘડિયાળનો કાંટો માત્ર એક સોઈની ટોચ જેટલો સ્થાનફેર કરશે. કમ્પ્યુટર સાયન્ટિસ્ટ ડેની હિલિસે આ ઘડિયાળ ડિઝાઈન કરી છે. સિક્રોનાઈઝર, એક પેંડુલમ, એક જનરેટર, ગિયર અને ડાયલ આ ઘડિયાળમાં હશે. વધારે ચીજવસ્તુઓને બદલે ખપ પૂરતી જ વસ્તુઓ રખાશે. વળી, ડિસ્પ્લેમાં બહુ ઉર્જા ન ખર્ચાય તેવી રચના કરવામાં આવી છે. સૂર્ય પ્રકાશમાંથી તેમ જ વિઝિટર્સ પાસેથી મેકિનિકલ ઉર્જા લઈને આ ઘડિયાળ ચાલશે. જ્યારે ઉર્જાનો કોઈ ટકાઉ સ્રોત મળશે ત્યારે ડિસ્પ્લે ડાયલને અપડેટ કરી શકાશે. એને ક્લોક ઓફ ધ લોંગ નાઉ – એવું નામ અપાયું છે. આ ઘડિયાળ સૂર્ય-ચંદ્રની ગતિનો અંદાજ લગાવીને તાલમેલ રાખશે. એના આધારે વર્ષ, સદી તેમ જ હજાર વર્ષને ટ્રેક કરશે. તેને માઉન્ટેઈન ક્લોક પણ કહેવાય છે. કમ્પ્યુટર સાયન્ટિસ્ટ ડેનીએ પચ્ચીસ વર્ષ પહેલાં આવી ઘડિયાળ બનાવવાની કલ્પના કરી હતી.