ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ રાજ્યના યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર આયોજીત, 8 ગુજરાત બટાલિયન એન સી સી જૂનાગઢ પ્રાયોજીત ખડક ચઢાણ બેઝિક કોર્સ તા.9 થી 18 ડિસેમ્બર દરમિયાન જૂનાગઢ ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં વિવિધ 10 રાજ્યો ના 85 એનસીસી કેડેટ્સ તથા 1 વ્યક્તિગત સહીત કુલ 86 તાલીમાર્થીઓએ ભાગ લીધો હતો. ખાસ આ શિબિરમાં તાલીમાર્થીઓ દ્વારા વન વિભાગ તથા ઉષા બ્રેકો ઉડન ખટોલાના સહયોગ સાથે ગિરનારના અંબાજી તથા ગુરુગોરખનાથની આસપાસના દુર્ગમ ક્ષેત્રની સાફ સફાઈ કરવામાં આવી હતી.