- રાહુલ ગાંધી વીડિયો ઉતારતા જોવા મળ્યા
ગઇકાલે 78 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને આજે આ સાંસદો વિરોધ કરી રહ્યા છે, દરમિયાન કલ્યાણ બેનર્જીએ રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરની નકલ ઉતારી હતી
સંસદના શિયાળુ સત્રની કાર્યવાહી સોમવારના રોજ હોબાળોથી ઠપ થઈ ગઈ હતી અને ગૃહમાં હંગામા વચ્ચે સોમવારે 78 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તેમાંથી 33 સાંસદ લોકસભાના તો 45 સાંસદો રાજ્યસભાના હતા. હવે આ સસ્પેન્ડેડ સાંસદો ગૃહની સીઢીઓ પાસે બેસીને વિરોધ કરી રહ્યા છે.
- Advertisement -
#WATCH | TMC MP Kalyan Banerjee mimics Rajya Sabha Chairman Jagdeep Dhankhar in Parliament premises pic.twitter.com/naabLIzibY
— ANI (@ANI) December 19, 2023
- Advertisement -
દરમિયાન TMC સાંસદ કલ્યાણ બેનર્જીએ રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડની નકલ ઉતારી રહ્યા હતા. તેનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં જોઈ શકે છે કે કલ્યાણ બેનર્જી રાજ્યસભાના અધ્યક્ષ તરીકે ગૃહ ચલાવવાની જગદીપ ધનખરના રીતની મજાક ઉડાવી રહ્યા હતા. આ દરમિયાન રાહુલ ગાંધી પણ સામે ઉભા હતા અને તેઓ હસતાં જોવા મળ્યા હતા, સાથે જ વિડીયો પણ ઉતારી રહ્યા હતા.
ઘટનાને શરમજનક ગણાવતા ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે એક સાંસદ મજાક ઉડાવી રહ્યો છે અને બીજો સાંસદ તે ઘટનાનો વીડિયો બનાવી રહ્યો છે તે હાસ્યાસ્પદ અને અસ્વીકાર્ય છે.
At BJP Parliamentary Party Meeting, PM Narendra Modi said, "Whatever happened in Parliament recently, those who believe in democracy will not accept such an act. This act should have been condemned. However unfortunately what I have been witnessing is that the Opposition is…
— ANI (@ANI) December 19, 2023
સૂત્રો અનુસાર બીજેપી સંસદીય દળની બેઠકમાં પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું, ‘હાલમાં સંસદમાં જે કંઈ પણ થયું, લોકશાહીમાં વિશ્વાસ રાખનારાઓ આવા કૃત્યને સ્વીકારશે નહીં. આવા વર્તનની નિંદા થવી જોઈતી હતી. મેં હાલ જે જોયું એ વિપક્ષની ચૂંટણીમાં હારી જવાની હતાશા હતી કારણ કે તેઓ આવઆ એક્ટને સમર્થન આપી રહ્યા હતા જે ચિંતાજનક અને નિંદનીય છે.’
‘વિપક્ષનું કાર્ય સ્પષ્ટપણે દર્શાવે છે કે વિપક્ષે વિપક્ષમાં રહેવાનું મન બનાવી લીધું છે અને તેઓ તેના માટે પ્રેક્ટિસ કરી રહ્યા છે. દેશે પણ તેમને વિપક્ષમાં રાખવાનું મન બનાવી લીધું છે અને તેઓ હાલમાં જ્યાં ઊભા છે ત્યાંથી કદાચ તેમને વધુ પાછળ ધકેલી દેશે.’