ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢમાં રાષ્ટ્રવીર છેલભાઈ દવે પોલીસ તાલીમ મહાવિદ્યાલયની 668 મહિલા લોકરક્ષકની 20 મી બેંચની આઠ માસની બેઝીક તાલીમ પૂર્ણ થતા બીલખા રોડ સ્થિત રાષ્ટ્રવિર છેલભાઇ દવે પોલીસ તાલીમ મહા વિદ્યાલયના ગ્રાઉન્ડમાં દિક્ષાંત પરેડ સમારોહ યોજાયો હતો. આ દિક્ષાંત પરેડ સમારોહમાં 268 મહિલા લોકરક્ષક દ્વારા પરેડ યોજાય હતી જેનું નિરીક્ષણ રેન્જ આઇજી નિલેશ જાંજડીયા કર્યું હતું તેમજ આઠ માસની બેઝિક તાલીમ પૂર્ણ કરનાર લોકરક્ષક મહિલા ઓને સન્માનિત કરાયા હતા આ દીક્ષાંત પરેડ સમારોહમાં પોલીસ તાલીમ મહા વિદ્યાલયના અધિકારી સહીતના લોકો જોડાયા હતા.