ઘંટેશ્ર્વર ચોકડીથી જામનગર રોડ તરફ સુર્યકાંત ફૂડ મોલથી થોડે જ આગળ દેવભૂમિ હોટલની સામે ગ્રીન ફિલ્ડ ગ્રાઉન્ડમાં ડે-નાઇટ મેચ
ખાસ-ખબર સંવાદદાતા
સમસ્ત આહીર સમાજના ક્રિકેટ રસિકો જેની આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા એ એ.પી.એલ.(આહીર પ્રિમિયર લીગ)નો અંતિમ તબક્કાનો જંગ આવતીકાલે શનિવારે રાજકોટના જામનગર રોડ પર રમાવા જઇ રહ્યો છે. અગાઉ ચાલુ ટૂર્નામેન્ટે માવઠુ અને કરા પડતા ક્વાર્ટર, સેમી અને ફાઇનલ મુલત્વી રખાયા હતા. કુલ 20 ટીમમાંથી 8 ટીમ ક્વાર્ટર સુધી પહોંચી છે અને આ તમામ ટીમ શનિવારે સામસામે ટકરાશે. શહેરના ઘંટેશ્વર ચોકડીથી જામનગર રોડ તરફ સુર્યકાંત ફૂડ મોલથી થોડે જ આગળ દેવભૂમિ હોટલની સામે ગ્રીન ફિલ્ડ ગ્રાઉન્ડમાં મુરલીધર ગ્રુપ રાજકોટ દ્વારા ગુજરાતમાં સૌપ્રથમ વખત કહી શકાય તેવા ગ્રીનફિલ્ડ ગ્રાઉન્ડમાં ડે એન્ડ નાઇટ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આ બેનમૂન આયોજન કરવામા આવ્યુ છે.
મુરલીધર ગ્રુપ રાજકોટના દૂર્ગેશભાઇ કુગશિયા, વરૂણભાઇ ડાંગર, વિજયભાઇ ડાંગર, યોગેશભાઇ વાંક, જયેશભાઇ સીંધવ, નૈમિષભાઇ વીરડા, પ્રકાશભાઇ જાટિયા, મેહુલભાઇ કુંભારવાડિયા, સંદીપભાઇ ડાંગર સહિતના દ્વારા છેલ્લા 10 વર્ષથી ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામા આવી રહ્યું છે. સ્પોટર્સના માધ્યમથી સમસ્ત આહીર સમાજના યુવાનોની એકતા અજોડ બને તેવા આશયથી મુરલીધર ગ્રુપ રાજકોટ દ્વારા 2014થી ક્રિકેટ ટૂર્નામેન્ટ યોજાઇ રહી છે. જેમા આ વખતે અત્યાર સુધી ક્યારેય ન થયુ હોય તેવુ આયોજન કરવામા આવ્યુ છે. ઇન્ટરનેશનલ કક્ષાની મેચમાં હોય તેવા ગ્રીન ફિલ્ડ મેદાન અને ટર્ફ વિકેટ પરના ગ્રાઉન્ડમાં આહીર પ્રિમિયર લીગ ટૂર્નામેન્ટનું આયોજન કરવામા આવ્યુ છે.
ટૂર્નામેન્ટમાં રાજકોટ, જૂનાગઢ, સુરત, જામનગર, કચ્છ, ગિર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, ઉપલેટા, અમરેલી, અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાંથી સમાજની સક્ષમ એવી 20 ટીમ પસંદ કરવામા આવી છે. તમામ નિયમો પણ ઇન્ટરનેશનલ કક્ષાની મેચના રાખવામા આવ્યા છે. મેદાનના ચારેય ખૂણે દિવસનું અજવાળુ પણ ઝાંખુ પડે તેવા હાઇમાસ્ક લાઇટીંગ ટાવર ઉભા કરવામા આવ્યા છે. ફાઇનલ મુકાબલો જોવા માટે અને વિજેના ટીમને ઇનામ આપવા માટે સમગ્ર ગુજરાતમાંથી સમસ્ત આહીર સમાજના રાજકીય આગેવાનો, બિલ્ડર અગ્રણીઓ, ઉદ્યોગપતિઓ તેમજ વિવિધ ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહેવાના છે.
- Advertisement -
-: ફાઇનલની વિશેષતા :-
તમામ 20 ટીમના પ્રત્યેક ખેલાડીઓને આયોજકો તરફથી રંગીન ટી-શર્ટ અપાશે.
ચેમ્પિયન ટીમને રૂ.55,555, રનર્સ ટીમને રૂ33,333 તેમજ ટ્રોફી અપાશે.
બેસ્ટ પ્લેયર ઓફ ધી ટૂર્નામેન્ટને મોંઘીદાટ બાયસીકલ, બેસ્ટ બેસ્ટ બેસ્ટમેન ઓફ ધી ટૂર્નામેન્ટને એલ.ઇ.ડી. ટીવી, બેસ્ટ બોલર ઓફ ધી ટૂર્નામેન્ટને એનરોઇડ ફોન તેમજ તમામ મેચમાં મેન ઓફ ધી મેચ થનારને એવોર્ડ એનાયત કરવામા આવશે.
સમગ્ર ટૂર્નામેન્ટનું યુ-ટ્યુબ પર પળે પળેની રોમાંચનું લાઇવ પ્રસારણ કરવામા આવશે.