ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના માર્ગદર્શનથી સરદાર સ્મૃતિ કેન્દ્ર, વિસ્તરણ શિક્ષણ નિયામક કચેરી દ્વારા ભેંસાણ તાલુકાના રાણપુર ખાતે ઓફ કેમ્પસ બેકરી તાલીમનું આયોજન કરવામાં આવ્યુ હતુ.ઉપરાંત કેન્દ્રીય તાલીમ વિષે બહેનોને માર્ગદર્શન આપ્યું હતું. ત્યાર બાદ બેકરીશાળામાં ચાલતા વિવિધ કોર્ષ વિષે માહિતી આપી બહેનોને માહિતગાર કર્યા હતા તેમજ નાનાપાયે પોતાની બેકરી બનાવવા જરૂરી માર્ગદર્શન આપી બહેનોને પ્રેરિત કર્યા હતા. બહેનો સમક્ષ બેકરી વાનગી જેવી કે કપકેક તેમજ નાનખટાઈ બાનવીને શીખવી અને બેકરીને લગતા બહેનોના પ્રશ્ર્નોનું નિરાકરણ કર્યું હતુ.
ખેડૂત મહિલાઓ માટે બેકરી તાલીમ કાર્યક્રમ રાણપુર ખાતે યોજાયો
