અભિનેતા શ્રેયસ તલપડેને ગુરુવારે હાર્ટઍટેક આવ્યો હતો, જે બાદ મોડી સાંજે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો અને રાત્રે 10 વાગ્યે તેની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી.
બોલિવૂડ અને મરાઠી સિનેમાના જાણીતા એક્ટર શ્રેયસ તલપડે ગુરુવાર 14 ડિસેમ્બરે મુંબઈમાં તેની આગામી ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો હતો. શૂટિંગ પૂરું કરીને સાંજે ઘરે પરત ફર્યો એ સમયે તેને અસ્વસ્થતા અનુભવાઈ. આ પછી જ્યારે તેને હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે કારમાં તેમને હાર્ટ એટેક આવ્યો, જેના કારણે તેઓ બેભાન થઈ ગયો હતો.
- Advertisement -
ડૉક્ટરોની ટીમે અભિનેતાની એન્જિયોપ્લાસ્ટી કરી
જો રિપોર્ટ્સનું માનીએ તો તેમની મુંબઈના અંધેરીની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જ્યાં ડૉક્ટરોની ટીમે અભિનેતાની એન્જિયોપ્લાસ્ટી કરી છે. આ સમાચાર સામે આવ્યા પછી, ચાહકો શ્રેયસ તલપડેના ઝડપી સ્વસ્થ થવાની કામના કરી રહ્યા છે. હવે અભિનેતાની હાલત સ્થિર હોવાનું કહેવાય છે. ડૉક્ટરોએ પણ અભિનેતાના સ્વાસ્થ્ય વિશે અપડેટ આપ્યું છે.
Actor #ShreyasTalpade, 47, after returning from the shoot, suffered a heart attack on Thursday evening and underwent angioplasty in Bellevue Hospita.
"He is doing well. He is doing much better. We would request you to give us privacy," the family member told PTI. 🙏🏻✨️ pic.twitter.com/0YPEFrb1q0
— Filmy Gupshups (@FilmyGupshups) December 15, 2023
- Advertisement -
શ્રેયસ તલપડેને થોડા દિવસોમાં રજા આપવામાં આવશે
અભિનેતાની તબિયત અંગે હોસ્પિટલના અધિકારીઓએ જણાવ્યું કે અભિનેતાને મોડી સાંજે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને રાત્રે 10 વાગ્યે તેની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. એન્જીયોપ્લાસ્ટી સર્જરી સફળ અને સારી રીતે થઈ. અભિનેતાની હાલત પણ સ્થિર છે અને એમને થોડા દિવસોમાં રજા આપવામાં આવશે. ચિંતા કરવાની કોઈ વાત નથી.
શ્રેયસ તલપડે સેટ પર એકદમ ઠીક હતો
અગાઉ, ફિલ્મના યુનિટના સભ્યોએ જણાવ્યું હતું કે શ્રેયસ તલપડે સેટ પર એકદમ ઠીક હતો, તેણે ફિલ્મના ઘણા સીન પણ શૂટ કર્યા હતા અને સેટ પર ખૂબ મજાક-મસ્તી કરી હતી. જો કે, ઘરે ગયા બાદ તેને અચાનક બેચેની થવા લાગી અને તે નીચે પડી ગયો. અભિનેતાની પત્નીએ અભિનેતાને હોસ્પિટલમાં દાખલ કર્યો, ત્યારબાદ તેની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી.
Actor Shreyas Talpade suffered a heart attack and was admitted to a hospital in Mumbai where he underwent an angioplasty. His condition is stable now.
(File pic) pic.twitter.com/I8RRSFyZFD
— ANI (@ANI) December 14, 2023
તેમની અદભૂત એક્ટિંગ માટે ફેમસ છે શ્રેયસ
નોંધનીય છે કે શ્રેયસ તલપડે હિન્દી અને મરાઠી સિનેમાના ફેમસ અભિનેતા છે, તેઓ શાનદાર થિયેટર આર્ટિસ્ટ પણ છે. તેમની એક્ટિંગના ઈન્ડસ્ટ્રીમાં ઘણા વખાણ થાય છે. તેમના ફેન્સ તેમને ગોલમાલ 3ના લક્ષ્મણના રોલ માટે વધુ જાણે છે. એ સિવાય તેમણે ઓમ શાંતિ ઓમ, પેઈંગ ગેસ્ટ બોમ્બે તો બેંકોક જેવી અનેક ફિલ્મોમાં કામ કર્યું છે.