શુક્રવારથી જ ગાડીઓની સંખ્યા વધી ગઈ છે, છેલ્લાં 36 કલાકમાં શિમલામાં 5000 ગાડીઓ પ્રવેશી
ખાસ-ખબર સંવાદદાતા
ભારતના મોટાભાગના રાજ્યોમાં કોરોના વાયરસના કેસોમાં ઘટાડો થઈ રહૃાો છે. ટૂરિસ્ટ્સના પસંદગીના સ્થળ એવા હિમાચલમાં પણ કોરોના વાયરસનો ખતરો પહેલા જેવો નથી રહૃાો. જેના કારણે રાજ્યએ ટૂરિસ્ટ્સને કોવિડ નેગેટિવ રિપોર્ટ વિના આવવા માટેની અનુમતિ આપી છે. રવિવારના દિવસે હિમાચલ પ્રદેશના એન્ટ્રી પોઈન્ટ, પરવાણુ, જિલ્લા સોલનમાં ગાડીઓની લાંબી લાઈન જોવા મળી. અહીં ઉલ્લેખનીય છે કે બોર્ડર ખુલી હોવા છતાં મુસાફરી માટે કોવિડ-19 ઈ-પાસ જરૂરી છે. એક ન્યૂઝ રિપોર્ટ મુજબ, છેલ્લા 36 કલાકમાં શિમલામાં 5000 ગાડીઓ પ્રવેશી છે. શિમલા પોલીસે તમામ ટૂરિસ્ટ્સને કોવિડ-19ના નિયમોનું પાલન કરવાનું જણાવ્યું છે. પોલીસે ચેતવણી આપી છે કે માસ્ક નહીં પહેરનાર અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું ઉલ્લંઘન કરનાર પર કડક કાર્યવાહી કરવામાં આવશે.


