મીશન ટુલ્સ મેન્યુફેકચરર્સ એસોસિએશન રાજકોટ દ્વારા મશીન ટુલ્સ એક્ઝિબીશન યોજાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
વિશ્ર્વ આખું જ્યારે ‘મેક ઈન ઈન્ડીયા’ અને ‘મેડ ઈન ઈન્ડીયા’ના રંગે રંગાયું છે ત્યારે દુનિયાના દરેક દેશ ભારત તરફ એક અનોખી આશાની નજરથી જુએ છે તેવા સમયમાં રાજકોટના એન.એસ.આઈ.સી. ગ્રાઉન્ડ ખાતે તા. 25થી 28 સપ્ટેમ્બર દરમિયાન 9મુ રાજકોટ મશીન ટુલ્સ શો 2024નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મેટલ કટીંગ, ફોર્મિંગ, ઓટોમેશન, ફોર્જિંગ અને કાઉન્ડ્રી જેવા અનેક વિભાગોનું પ્રદર્શન લોકાર્ષણનું કેન્દ્ર બને છે. છેલ્લા ઘણાં વર્ષોથી રાજકોટ મશીન ટુલ્સ શો જનમાનસમાં અનોખુ સ્થાન ધરાવે છે જેને લોકોનો અપ્રતિમ પ્રતિસાદ મળતો રહ્યો છે. આ તકે સહર્ષ જણાવતા આનંદ થાય છે કે 9મો રાજકોટ મશીન ટુલ્સ શો 2024 એક્ઝિબીશન ગુજરાતનું બીજા નંબરનું અને ભારતનું ત્રીજા નંબરનું મોટું એક્ઝિબીશન તથા ઓપન ગ્રાઉન્ડમાં સૌથી મોટુ એક્ઝિબીશન છે. આ પ્રદર્શન કુલ 1,00,000 ચો.મી. એરિયામાં થનાર હોય જેમાં ભારત તથા યુએસએ, જર્મની, નેધરલેન્ડ, સ્વીઝરલેન્ડ, સાઉથ આફ્રિકા, યુ.કે., તુર્કી, સ્પેન, તાઈવાન, ચાઈના, જાપાન, કોરીયા, ઈટાલી, યુ.એ.ઈ., થાઈલેન્ડ અને સીંગાપોર જેવા અલગ અલગ દેશોની 350થી વધુ કંપની આ પ્રદર્શનમાં ભાગ લઈ રહી છે.
કે એન્ડ ડી કોમ્યુનિકેશન લી. અમદાવાદ તથા મશીન ટુલ્સ મેન્યુ. એસો. રાજકોટના સંયુક્ત ઉપક્રમે વર્ષ 2006થી રાજકોટ મશીન ટુલ્સ શોની શુભ શરૂઆત થઈ જેને અનન્ય પ્રતિસાદ મળતો ગયો અને રાજકોટ મશીન ટુલ્સ શો ઔદ્યોગિક ક્ષેત્રે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ સમગ્ર એક્ઝિબીશન માટે મશીન ટુલ્સ મેન્યુ. એસો. રાજકોટના હોદ્દેદારો યોગીનભાઈ છનીયારા, હરેશભાઈ પટેલ, તેજસ દુદકીયા, દેવલભાઈ ઘોરેચા, કનકસિંહ ગોહિલ તથા એસોસિએશનના ડાયરેકટો સચીનભાઈ નગેવાડીયા, બ્રીજેશભાઈ સાપરીયા, કરણભાઈ પરમાર, ગોહિલ તથા એસોસિએશનના ડાયરેકટરો પીયુષભાઈ ડોડીયા, અશ્ર્વિનભાઈ કવા, કેતનભાઈ ગજેરા, બીપીનભાઈ સિદ્ધપુરા, ઘનશ્યામભાઈ પરમાર, હરેશભાઈ ડોડીયા, રવિભાઈ મારુ અને કે એન્ડ ડી કોમ્યુ. લિ. અમદાવાદના કમલેશભાઈ ગોહીલ, અમીભાઈ મિસ્ત્રી તથા તેમની ટીમ જહેમત ઉઠાવી રહ્યા છે.