ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.26
ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં ગણતરી ફોર્મ ડિજિટાઇઝેશનમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર બુથ લેવલ ઓફિસરોને જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા દ્વારા પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કલેક્ટરે તમામ બીએલઓઓની સમર્પિત મહેનતની પ્રશંસા કરી હતી.
100 ટકા ડિજિટાઇઝેશન પૂર્ણ કરનાર માણાવદરના વસરા રામભાઈ લાખાભાઈ, કેશોદના ચોચા ભીખનભાઈ કરશનભાઈ અને માંગરોળના ખેર કાનજીભાઈ અરજણભાઈ સહિતના અધિકારીઓને સન્માનિત કરાયા હતા. બીએલઓએ જણાવ્યું હતું કે, 2002ની મતદાર યાદીને આધારે ફિઝિકલ મેપિંગ અને ડોર-ટુ-ડોર ચકાસણીની પદ્ધતિ અપનાવતા તેઓ ઝડપથી કામગીરી પૂર્ણ કરી શક્યા. જિલ્લા સ્તરે, કુલ 13,00,344 મતદારો પૈકી 99.88 ટકા ફોર્મ વિતરણની અને 65.84 ટકા ફોર્મ ડિજિટાઇઝેશનની કામગીરી પૂર્ણ થઈ છે. જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી દ્વારા મતદારોને જાણ કરવામાં આવી છે કે તા. 26ના રોજ રાત્રી કેમ્પ, તેમજ તા. 29 અને 30 રોજ મામલતદાર કચેરી ખાતે ગણતરી ફોર્મ કલેક્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ગણતરી ફોર્મ જમા કરવાની છેલ્લી તારીખ 4/12/2024 હોવાથી, મતદારોને વહેલી તકે ફોર્મ જમા કરાવવા અનુરોધ કરવામાં આવ્યો છે.
જૂનાગઢ જિલ્લામાં ફોર્મ વિતરણની 99.88 ટકા અને ડિજિટાઈઝની 65.84 ટકા કામગીરી પૂર્ણ



