ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શહેરમાં એસટી બસના મુસાફરો છીનવી જતા 97 જેટલા ખાનગી વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા અને 17ને મેમો અપાયો હતો. કુલ રૂૂ.1,73,300નો દંડ વસુલવામાં આવ્યો હતો. વિશેષમાં રાજકોટ એસ.ટી.ડિવિઝનના વિભાગીય નિયામક જે.બી.કલોતરાએ જણાવ્યું હતું કે સીઓ ચેકિંગ તેમજ નો-પાર્કિંગ ઝોનની અમલવારી અંતર્ગત રાજકોટ શહેરમાં ઢેબર રોડ એસટી બસ પોર્ટ તેમજ શહેરના વિવિધ એન્ટ્રી પોઇન્ટ જેમાં ગ્રીનલેન્ડ ચોકડી, ગોંડલ ચોકડી, માધાપર ચોકડી, આજી ડેમ ચોકડી સહિતના વિસ્તારોમાં ચેકિંગ કરીને નો પાર્કિંગ ઝોનનો ભંગ કરી એસટી બસ સ્ટેશન તેમજ એસટી બસ સ્ટોપ પાસેથી મુસાફરો છીનવી જતા કુલ 97 વાહનો ડિટેઇન કરાયા હતા, 17ને મેમો અપાયા હતા તેમજ કુલ રૂૂ.1,73,300નો દંડ વસુલાયો હતો. તુફાન જીપ, ઇકો કાર, સિટી રાઇડ બસ, મીની બસ, ખાનગી ટ્રાવેલ્સની બસ સહિતના વાહનો જપ્ત કરવામાં આવ્યા હતા.આગામી દિવસોમાં પણ આ પ્રકારે લગાતાર ચેકિંગ ચાલુ રહેશે. ઉપરોક્ત કામગીરીમાં રાજકોટ એસટી ડિવિઝનની ટીમ સાથે આરટીઓ તેમજ પોલીસ સ્ટાફ પણ જોડાયો હતો. અલબત્ત ગત મહિને તહેવારો હોવાને કારણે અગાઉના માસની તુલનાએ તેમજ ગત વર્ષની તુલનાએ સપ્ટેમ્બર માસમાં પ્રમાણમાં ઓછી કામગીરી થયાનું ચિત્ર ઉપસવા પામ્યું છે.
રાજકોટમાં એસ.ટી.બસના મુસાફરો છીનવતા 97 ખાનગી વાહન ડિટેઇન
