જયશ્રી સિનેમાનાં સંચાલકે ટિક્ટિમાં રાહત આપી, રાષ્ટ્ર ચેતના સમિતિનું આયોજન
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મએ દેશમાં ખાસી એવી ચર્ચા જાગડી છે. જૂનાગઢનાં રાષ્ટ્રવાદી યુવાનો અનુ રાષ્ટ્ર ચેતના સમિતીએ ખાસ શોનું આયોજ કર્યું હતું. તેમજ જયશ્રી સિનેમાનાં સંચાલકે પણ ટીકીટમાં રાહત આપી હતી. ખાસ શોમાં 900 થી વધુ લોકો ઉમટી પડ્યાં હતાં અને ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ નિહાળી હતી.
ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ સિનેમા ઘરોમાં આવી ગઇ છે. આ ફિલ્મ આવતા પહેલા દેશભરમાં ચર્ચા જગાવી હતી. આ ફિલ્મ કાશ્મીરની વાસ્તવીક સ્થિતી પર આધારીત છે. વિસ્થાપીત થયેલા પંડિતોની કહાની છે. જેતે સમયે ત્યાં લોકો પર થયેલા હત્યાચાર અને અન્યાય દેખાડવામાં આવ્યો છે.
આ ફિલ્મ લોકોને સિનેમા ઘર સુધી આવવા પ્રેરીત કર્યાં છે. જૂનાગઢમાં શુક્વારની રાત્રીનાં ધ કાશ્મીર ફાઇલ્સ મુવીનો ખાસ શો રાખવામાં આવ્યો હતો. જૂનાગઢ રાષ્ટ્ર ચેતના સમિતી અને રાષ્ટ્રવાદી યુવાનોએ આ શોનું આયોજન કર્યું હતું.
જૂનાગઢનાં જયશ્રી સિનેમામાં આ ફિલ્મ બતાવવામાં આવી હતી. સામાન્ય રીતે ટીકીટનાં દર 160 રૂપિયા હોય છે. પરંતુ સિનેમાનાં સંચાલક દ્વારા તેમા રાહત આપવામાં આવી હતી. પરિણામે 900 થી વધુ લોકોએ ગઇકાલે ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ નિહાળી હતી. આ ખાસ શોમાં જયશ્રી સિનેમાનાં સંચાલકનો પણ સારો એવો ફાળો રહ્યો હતો.


