ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ મહાનગર પાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અંતગૃત મજેવડી દરવાજાથી સકકરબાગ સુધી દોલતપરા મેઇન રોડ પર સાફઇ અભિયાન ચલાવવામાં આવલ જેમાં સેનીટેશન સુપ્રિ. હાજાભાઇ ચુડાસમાની સુચના મુજબ રાજુભાઇ ત્રીવેદી, વિનાયબ ગૌસ્વામી તેમજ એસ આઇશ્રીઓ, 60 સફાઇ કામદાર દ્વારા સફાઇ અભિયાન ચલાવવામાં આવ્યુ હતુ.
જેમાં જેસીબી, સુપડી અને ટ્રેકટરની મદદથી પાંચ ટન સીએનડી વેસ્ટ અને કચરો તેમજ ડીવાઇડરમાં ઉગી નિકળેલ ઝાડી ઝાંખરાનો નિકાલ કરવામાં આવેલ. તેની સાથે 90 ટન ભીનો અને સુકા કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો.