જિલ્લા કલેક્ટરે પ્રોજેક્ટની સમીક્ષા કરી
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટની શાનમાં વધારો કરનાર હિરાસર એરપોર્ટ પ્રોજેક્ટની 90 ટકા કામગીરી પૂર્ણ થઈ છે. કલેકટર અરુણ મહેશ બાબુએ રાજકોટના હિરાસર ખાતે નિર્માણ પામી રહેલ આંતરરાષ્ટ્રીય ગ્રીનફિલ્ડ એરપોર્ટની સ્થળ મુલાકાત કરી સમગ્ર પરિસ્થિતિ અંગે સમીક્ષા બેઠક કરી વિવિધ વિભાગોની બાકી રહેલી કામગીરી વહેલી તકે પૂર્ણ થાય તે માટે એરપોર્ટ અધિકારીઓ તેમજ વિવિધ વિભાગના અધિકારીઓને સૂચના આપી હતી. અધિકારી પાધેના જણાવ્યા મુજબ એરપોર્ટ ખાતે હાલ 90 ટકા કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. જેમાં બોક્સ કલવર્ટ સહિત રન-વે, એપ્રન, પાર્કિંગ ટેક્સી ટ્રેક, કમ્યુનિકેશન બિલ્ડીંગ સહિતની ની કામગીરી 100 ટકા પૂર્ણ થઈ ચૂકી હોવાનું તેમજ બાઉન્ડ્રી વોલની કામગીરી 90 ટકા, જમીન સમથળ કરવાની કામગીરીની 95 ટકા અને ઇન્ટરીમ ટર્મિનલ અને ફાયર સ્ટેશનની કામગીરી આ માસના અંતે પૂર્ણ થઈ જશે. મેઈન ટર્મિનલ બિલ્ડીંગ તૈયાર થાય તે પૂર્વે મોબાઈલ ટાવર ટર્મિનલ આવી પહોંચ્યો છે. એપ્રોચ રોડ પર ડેકોરેટિવ એન્ટ્રી ગેટ તેમજ પ્લાન્ટેશનની કામગીરી પણ પૂર્ણ કરી દેવામાં આવી છ઼ે