આ વર્ષે ભારે વરસાદનાં કારણે ઉત્તરભારતથી લઈ દક્ષિણ ભારત સુધી વિનાશ જોવા મળ્યો છે. આજે ઉત્તરપ્રદેશમાં એક દીવાલ ધરાશાયી થઈ જવાની ઘટનામાં 9 લોકોએ જીવ ગુમાવ્યા હતા.
આ વર્ષે ભારે વરસાદનાં કારણે ઉત્તરભારતથી લઈ દક્ષિણ ભારત સુધી વિનાશ જોવા મળ્યો છે. અગાઉ ઉત્તરભારતનાં રાજ્યોમાં અને ત્યાર બાદ બેંગલુરુમાં પણ ભારે વરસાદનાં કારણે ઘરોમાં પાણી ભરાયા હતા અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આજે ફરી એવી જ એક ભયાનક દુર્ઘટના જોવા મળી હતી જે લખનૌનાં દિલકુશામાં બની હતી.
- Advertisement -
उत्तर प्रदेश: लखनऊ में भारी बारिश से कैंट अंतर्गत दिलकुशा में दीवार गिरने से 9 लोगो की मृत्यु हुई है। मरने वालों में 3 पुरूष, 3 महिलाएं और 3 बच्चे शामिल हैं। हादसे में 2 लोग घायल हुए हैं। https://t.co/tp9wJTW9Mx pic.twitter.com/zETOyAK90u
— ANI_HindiNews (@AHindinews) September 16, 2022
- Advertisement -
દીવાલ ધરાશાયી થતાં 9 લોકોનાં મોત
આજે ઉત્તરપ્રદેશમાં એક દીવાલ ધરાશાયી થઈ જવાની ઘટનામાં 9 લોકોએ જીવ ગુમાવ્યા હતા. લખનૌનાં દિલકુશામાં બનેલી ઘટનામાં ભારે વરસાદનાં કારણે દીવાલ પડી હતી.
જોઇન્ટ કમિશનર ઓફ પોલીસ પિયુષ મોરડીયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે દુર્ઘટનામાં 9 લોકોએ જીવ ગુમાવ્યા છે. મૃતકોમાં 3 સ્ત્રીઓ 3 પુરુષો અને 3 બાળકોનો સમાવેશ થાય છે. અન્ય બે લોકો ઘાયલ થયા છે.
उत्तर प्रदेश: उन्नाव में देर रात बारिश के कारण एक घर की छत गिरने तीन लोगों की मृत्यु हो गई और एक घायल है। घायल महिला की पहचान 20 साल, 4 साल और 6 साल के तीन बच्चों की मां के रूप में हुई है। तीनों बच्चों की हादसे में मृत्यु हो गई। वरिष्ठ अधिकारी मौके पर मौजूद हैं। pic.twitter.com/kkp4xA7wc2
— ANI_HindiNews (@AHindinews) September 16, 2022
બચાવ કામગીરી શરૂ
ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સ્થાનિકોની મદદથી બચાવ કામગીરી શરૂ કરી હતી.
આ પ્રકારની એક બીજી ઘટનામાં ઉત્તરપ્રદેશનાં ઉન્નાવમાં મોડી રાત્રે વરસાદને કારણે એક મકાનની છત તૂટી પડતાં ત્રણ લોકોનાં મોત થયા હતા. જેમાં ત્રણ બાળકોનાં મોત થયા હોવાના સમાચાર સામે આવ્યા હતા.
ચાર લાખની આર્થિક મદદની જાહેરાત
ઘટનાની જાણ થતાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મૃતકોનાં પરિજનોને 4 લાખ રૂપિયાની આર્થિક મદદની જાહેરાત કરી હતી. તેમણે ઘાયલોના ઈલાજ માટે તમામ વ્યવસ્થા કરવાનાં આદેશ આપ્યા હતા.